Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ, પણ તારો પ્રેમ હું ચાહું છું. તારા દહનાર્પણો નહિ, પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 6:6
24 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


તારા યજ્ઞોને લીધે હું તને ઠપકો દઈશ નહિ; અને તારાં દહનીયાર્પણ નિરંતર મારી આગળ થાય છે.


ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે.


ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી; તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે.


યહોવા કહે છે, “મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી.


[પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?


તેણે ગરીબ અને લાચારને ઇનસાફ આપ્યો; તે સમયે તેને સુખ હતું. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એવું યહોવા કહે ચે.


કેમ કે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસે મેં તેઓને દહનીયાર્પણ તથા યજ્ઞ વિષે કંઈ કહ્યું નહોતું, તથા આજ્ઞા આપી નહોતી.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.


હા, હું વિશ્વાસુપણે મારી સાથે તારું વેવિશાળ કરીશ અને તું યહોવાને ઓળખશે.”


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે. પણ યહોવા તેમને સ્વીકારતા નથી; હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે.


“હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, ને તમારાં ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહિ.


હું શું લઈને યહોવાની હજૂરમાં આવું, ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેમની આગળ આવું?


હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?


વળી ‘યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત,


દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે.


પણ યજ્ઞ કરતાં હું દયા‍ ચાહું છું, ’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.”


અને પૂરા હ્રદયથી, તથા પૂરી સમજણથી, તથા પૂરા સામર્થ્યથી, તેમના પર પ્રેમ કરવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો તે સર્વ સંપૂર્ણ દહનિયાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.”


કેમ કે જે સર્વ લોક નીકળ્યા તેઓની સુન્‍નત થઈ હતી. પણ મિસરમાંથી નીકળ્યા પછી જેઓ અરણ્યમાં જન્મ્યા, તે સર્વની સુન્‍નત થઈ નહોતી.


જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ.


જે કોઈ તેમનામાં રહે છે, તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેણે તેમને જોયા નથી, અને તેમને ઓળખતો પણ નથી.


ત્યારે શમુએલે કહ્યું, “પોતાની વાણી પળાયાથી યહોવા, જેટલા રાજી થાય છે, તેટલા દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાંની ચરબી કરતાં [વચન] માનવું [સારું] છે.


Lean sinn:

Sanasan


Sanasan