Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 6:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે; ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે. અને એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, લોકો બીજા દેવોની પૂજા કરીને ષ્ટ થયા છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 6:10
14 Iomraidhean Croise  

પણ વડીલોએ તેને આપેલી સલાહનો તેણે ત્યાગ કર્યો; અને જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા, ને જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ તેણે પૂછી.


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


અને એમ થયું એનું કારણ એ છે કે ઇઝરયલપુત્રોએ મિસરના રાજા ફારુનના હાથ નીચેથી મીસર દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું, ને અન્ય દેવોની ઉપાસના કરી હતી,


તે માટે યહોવા કહે છે કે, વિદેશીઓમાં પૂછો કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું એવી વાતો કોણે સાંભળી છે?


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


ઓહોલા મારી થઈ, એમ છતાં તેણે વેશ્યાનો ધંધો આદર્યો. તે પોતાના યારો ઉપર, એટલે પોતાના પડોશી આશૂરીઓ કે,


તેણે પોતાની આબરૂ તેમને સોંપી દીધી, તેઓ સર્વ તો આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. જે સર્વની ઉપર તે આશક થઈ, તેમની સર્વ મૂર્તિઓ વડે તેણે પોતાને ભ્રષ્ટ કરી.


વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.


મારા લોકો પોતાના વૃક્ષના ઠંઠાની સલાહ પૂછે છે, ને તેમના જોષી ની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે!કેમ કે વ્યભિચારી હ્રદયે તેમને ગેરમાર્ગે દોર્યા છે, ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે.


એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે; તેને રહેવા દો.


હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, [ને] ઇઝરાયલ વટળ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan