Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતાં રોકશે; કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હ્રદય છે, ને તેઓને યહોવાનું જ્ઞાન નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એ લોકોનાં ભૂંડાં કામ તેમને તેમના ઈશ્વર તરફ પાછા ફરતાં અટકાવે છે. તેમનાં મન પર મૂર્તિપૂજાની સખત પકડ છે અને તેઓ પ્રભુને સ્વીકારતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાહને જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓના દુષ્ટ કૃત્યો તેમને દેવ તરફ પાછા ફરતાં દૂર રાખે છે. કારણકે તેઓના હૃદયમાં વ્યભિચારી આત્મા દ્વારા પકડાયેલા છે, અને તેઓ યહોવાને નથી જાણતા.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:4
22 Iomraidhean Croise  

વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. [તેમના જેવા] તેઓ ન થાય.


તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.


જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”


તેનાં જળાશયો પર સૂકવણું આવ્યું છે, તેઓ સુકાઈ જશે; કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે, ને તેઓ પોતાનાં પૂતળાં ઉપર મોહિત થયા છે.


પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.


તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.


પ્રસૂતિથી કષ્ટાતી સ્ત્રીના જેવું દુ:ખ તેના પર આવશે. તે મૂર્ખ દીકરો છે; કેમ કે છોકરાને અવતરવાની જગાએ થોભવું ન જોઈએ એવો વખત આવ્યો છે.


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.


મારા લોકો પોતાના વૃક્ષના ઠંઠાની સલાહ પૂછે છે, ને તેમના જોષી ની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે!કેમ કે વ્યભિચારી હ્રદયે તેમને ગેરમાર્ગે દોર્યા છે, ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે.


તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ; કેમ કે [પુરુષો] પોતે છિનાળોને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે; અને અજ્ઞાન લોકો પાયમાલ થશે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


એફ્રાઈમ મૂર્ખ કબૂતરની જેમ ભોળો છે, તેઓ મિસરને બોલાવે છે, તેઓ આશૂરની પાસે જાય છે.


એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે.


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેમને ઓળખું છું, અને તેમનું વચન પાળું છું.


હવે એલીના દીકરા બલિયાલપુત્રો હતા; તેઓ યહોવાને ઓળખતા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan