Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, [ને] ઇઝરાયલ વટળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 એફ્રાઇમને હું ઓળખું છું અને ઇઝરાયલ પોતાને મારાથી છુપાવી શકે તેમ નથી. એફ્રાઇમની પ્રજા બેવફા બની છે અને ઇઝરાયલની પ્રજાએ પોતાને ભ્રષ્ટ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું એફ્રાઇમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી. કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે; ઇઝરાયલ અપવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું જાણું છું એફ્રાઇમ શું કરી રહ્યું છે. ઇસ્રાએલના કૃત્યો મારાથી છુપા નથી. હા, હું જાણું છું કે, એફ્રાઇમ વારાંગનાની જેમ ર્વત્યુ. ઇસ્રાએલ અપવિત્ર બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:3
24 Iomraidhean Croise  

એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજજડ થશે.


એફ્રાઈમ યહૂદાથી જુદો પડયો ત્યાર પછી આવ્યા જહોતા એવા દિવસો યહોવા તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે આશૂરના રાજાને [લાવશે].


અરામે, એફ્રાઈમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને ઠરાવ્યું છે કે,


યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો.


અરણ્યમાં, એટલે મહાન સુકવણાના દેશમાં, મેં તને ઓળખ્યો.


એફ્રાઈમ ચગદાઈ ગયો છે, ને ઇનસાફની રૂએ કચડાઈ ગયો છે; કેમ કે તે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો.


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલનાં કુળોને જાહેર કર્યું છે.


ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.


હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.


એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે.


તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.”


કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે, ને તમારા પાપ અઘોર છે; કેમ કે તમે ન્યાયીઓને દુ:ખ આપો છો, લાંચ લો છો, ને દરવાજામાં [બેસીને] ગરીબ માણસોનો [હક] કુબાવો છો.


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


તારાં કામ હું જાણું છું, તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી, તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું.


Lean sinn:

Sanasan


Sanasan