Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહૂદિયાના અમલદારો બાણ ખસેડનારાઓના જેવા છે; હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુ કહે છે, “યહૂદિયાના આગેવાનો ઇઝરાયલની જમીન પચાવી પાડી સીમાચિહ્નો હટાવનાર બન્યા છે. તેથી હું તેમના પર રોષે ભરાયો છું અને હું મારો કોપ રેલની પેઠે તેમના પર રેડી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા; જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં. તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:10
15 Iomraidhean Croise  

તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


તેઓના ઉપર તમારો કોપ વરસાવો, તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.


તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા.


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


તારા પિતૃઓએ જે અસલના સીમા-પથ્થર નક્કી કર્યા છે, તેને ન ખસેડ.


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


જેમ રૂપું ભઠ્ઠીમાં પીગળી જાય છે, તેમ તમને તેમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ મારો ક્રોધ તમારા પર રેડ્યો છે.”


હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ, ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ. અને તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોનો બદલો હું તને આપીશ.


અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો.”


પણ [મારી વાતો] જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે, જેણે પાયો નાખ્યા વિના ભોંય પર ઘર બાંધ્યું. તેને નદીનો સપાટો લાગ્યો, એટલે તે તરત પડી ગયું; અને તે ઘરનો સમૂળગો નાશ થયો.”


જે દેશ યહોવા તારા ઈશ્વર તને વતનને માટે આપે છે, તેમાં જે વતનનો વારસો તને મળે તેમાં તારા પડોશીનું જે બાણ અસલના વખતમાં લોકોએ ઠરાવ્યું હોય તે તારે ખસેડવું નહિ.


‘જે પોતાના પડોશીની જમીનની સરહદનું નિશાન ખસેડે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


Lean sinn:

Sanasan


Sanasan