Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો! તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 5:1
29 Iomraidhean Croise  

કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે, ‘મારું વચન માનો.’


રાજેને તથા રાજમાતાને કહે, દીન થઈને બેસો; કેમ કે તમારા શિરપેચ, એટલે તમારો જે સુશોભિત મુગટ છે તે, પડી ગયો ચે.


‘જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મારા જીવના સમ, [પર્વતોમાં] તાબોર પર્વત જેવો તથા સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે ખચીત આવશે.


તમારી અતિશય દુષ્ટતાને લીધે બેથેલ તમારા એવા જ હાલ કરશે; પ્રાત:કાળે ઇઝરાયલના રાજાનો નાશ થશે.


જેના બચ્ચાં છીનવી લેવામાં આવ્યાં હોય એવી રીંછડીની જેમ હું તેમને મળીશ, ને તેમની છાતી ચીરી નાખીશ. અને ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાડી ખાશે.


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.


એફ્રાઈમ મારા ઈશ્વરની પાસે ચોકીદાર હતો. પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની જાળ છે, તથા તેના ઈશ્વરના મંદિરમાં વૈર છે.


હે વૃદ્ધ પુરુષો, આ સાંભળો, દેશના સર્વ રહેવાસીઓ, તમે કાન દો. આ તમારા વખતમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના વખતમાં?


હે ઇઝરાયલ લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેની વિરુદ્દ આ જે વચન યહોવા બોલ્યા છે, તે સાંભળો:


ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થશે, ને ઇઝરાયલનાં પવિત્રસ્થાનોને વેરાન કરી મૂકવામાં આવશે; અને હું તરવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી?


હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના [ઇશ્વર] યહોવા તમને પૂછે છે, ‘પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન કયાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?’ તમે પૂછો છો, ‘કઇ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે?’


હવે, હે યાજકો, આ આ તમારે માટે છે.


અને સીસરાને કોઈએ ખબર આપી, “અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે.”


તેણે કેદેશ-નફતાલીથી અબીનો-આમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાએ શું [તને] એવી આ અપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો ને નફતાલીપુત્રોમાંથી તથા ઝબુલોનપુત્રોમાંથી દશ હજાર પુરુષને તારી સાથે લે?


તે વરસોવરસ અનુક્રમે બેથેલ, ગિલ્ગાલ તથા મિસ્પામાં જતો હતો, અને તે બધે સ્થળે તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો.


પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”


અને તેઓ મિસ્પામાં એક્ત્ર થયા, ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે ઉપવાસ કર્યો, ને ત્યાં કહ્યું, “અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને શમુએલે મિસ્પામાં ઇઝરાયલી લોકોનો ન્યાય કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan