Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે, ને અન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મારા લોકનાં પાપને કારણે તમે ધનવાન થાઓ છો અને એટલે તેઓ વધારે ને વધારે પાપ કરે તેવું તમે ઇચ્છો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યાજકો મારા લોકોના પાપાર્થાર્પણો પર નિર્વાહ કરે છે. તેથી તેઓ ઇચ્છે છે કે, તેઓ વધારે અને વધારે પાપો કરે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:8
18 Iomraidhean Croise  

દોષનિવારણાર્થે તથા પાપનિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહિ. તે તો યાજકોના હતા.


જેના હાથ શુદ્ધ છે, ‍ જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે જ [ચઢી શકશે].


હે યહોવા, હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.


વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.


“હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હ્રદયમાં સંઘરી રાખી છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું તેમના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપું?


કેમ કે ઇઝરાયલ લોકોનો તથા ઇઝરાયલમાં રહેનાર પરદેશીઓમાંનો દરેક માણસ જે મારાથી વિમુખ થઈને પોતાની મૂર્તિઓને પોતાના હ્રદયમાં સંઘરી રાખતો હશે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રબોધક પાસે મારે વિષે પૂછવા આવશે, તેને હું યહોવા જાતે ઉત્તર આપીશ.


તમે દુષ્ટતા ખેડી છે, ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે! તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તેં તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો.


એફ્રાઈમે કહ્યું, ‘ખરેખર, હું શ્રીમંત થયો છું, મને દ્રવ્ય પ્રાપ્ત થયું છે. મારી બધી કમાણીમાં પાપ થાય એવું કંઈ પણ ખોટું કામ તેઓને જડશે નહિ.’


હે ઇઝરાયલ, તારા ઈશ્વર યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.


અને તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હમેશના વિધિથી તેનું યહોવાને માટે પૂરેપૂરું દહન કરાય.


જે યાજક તે વડે પાપાર્થાર્પણ કરે, તે તે ખાય; પવિત્ર જગામાં, એટલે મુલાકાતમંડપના આંગણામાં તે ખાવામાં આવે.


તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.”


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ [મારા] રહેઠાણમાં [કરવાની] મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો; વળી મારા ઇઝરાયલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?


Lean sinn:

Sanasan


Sanasan