Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેમ જેમ તેઓની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપ કરતા ગયા; હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “યજ્ઞકારોની સંખ્યા વધે છે, તો તેટલાં પાપ પણ વધે છે. પણ હું તમારા સન્માનને અપમાનમાં ફેરવી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મારા લોકોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે, તેઓ મારી વિરૂદ્ધ તેમના પાપો વધારતા જાય છે. હું તેમની શોભાને શરમમાં બદલી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:7
15 Iomraidhean Croise  

અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે, અમારા રાજા તથા અમરા યાજકો, અમારા અધર્મને લીધે, [બીજા] દેશોના રાજાઓના હાથમાં સોંપાઈને, તરવારને, બંદીવાસને, લૂટફાટને, ને ગેરઆબરૂને વશ થયા છીએ, આજે અમારી એ જ દશા છે.


ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.


વળી યારેબ રાજાને માટે બક્ષિસ તરીકે વાછરડાને આશૂરમાં લઈ જવામાં આવશે; એફ્રાઈમ લજ્જા પામશે, ને ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.


હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? પશ્ચાત્તાપ મારી આંખોથી ગુપ્ત રહેશે.


તેઓને ચારો મળ્યો ત્યારે તેઓ પુષ્ટ થયા; તેઓ તૃપ્ત થયા, એટલે તેઓનું હ્રદય ગર્વિષ્ઠ થયું; એથી તેઓ મને ભૂલી ગયા છે.


તેઓ ખાશે, પણ ધરાશે નહિ; તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વિસ્તાર વધશે નહિ; કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે.


હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.


જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.


એફ્રાઈમપુત્રોનું ગૌરવ તો પક્ષીની જેમ ઊડી જશે. એક પણ જન્મ, એક પણ ગર્ભવતી કે, એક પણ ગર્ભાધાન, થશે નહિ.


તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.


“તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં મુખની શરમ રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો.


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.


Lean sinn:

Sanasan


Sanasan