Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે; તેને રહેવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17-18 એફ્રાઈમના લોકોએ તો મૂર્તિઓ સાથે સંબંધ બાંધ્યો છે; તેમને તેમના માર્ગે ભટકવા દો. પુષ્કળ દ્રાક્ષાસવ પીધા પછી તેઓ વ્યભિચારમાં મશગૂલ રહે છે અને સન્માનને બદલે અપમાન પસંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેને રહેવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેથી તેનાથી દૂર રહેજે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:17
8 Iomraidhean Croise  

માટે મેં તેઓને તેમનાં હ્રદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે, તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


જેમ જેમ [પ્રબોધકોએ] તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


તેમની પોતાની મસલતોને લીધે તરવાર તેનાં નગરો પર આવી પડશે, નેતેના દરવાજાઓને ભાંગી નાખીને તેમનો નાશ કરશે.


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


હવે તેઓ અધિકાધિક પાપ કર્યે જાય છે, તેઓએ પોતાને માટે પોતાના રૂપાનાં ઢાળેલાં પૂતળાં, એટલે પોતાની અક્કલ પ્રમાણે મૂર્તિઓ બનાવી છે, એ બધું કારીગરના હાથનું કામ છે. તેઓ તેમના વિષે કહે છે, ‘બલિદાન આપનારા માણસો, તમે વાછરડાઓને ચુંબન કરો.’


તોપણ કોઈ માણસે તકરાર કરવી નહિ, તેમ કોઈ માણસે ઠપકો પણ આપવો નહિ; કેમ કે તારા લોકો યાજક સાથે રકઝક કરનારાઓના જેવા છે.


તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.”


જે અન્યાયી છે, તે હજુ અન્યાય કર્યા કરે! અને જે મલિન છે, તે હજુ મલિન થતો જાય! જે ન્યાયી છે, તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે! અને જે પવિત્ર છે, તે હજુ પવિત્ર થતો જાય.


Lean sinn:

Sanasan


Sanasan