Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેઓ પર્વતોનાં શિખરો પર યજ્ઞો કરે છે, ને ડુંગરો પર ધૂળ બાળે છે, એટલે તેઓની ઘટછાયાને લીધે તેઓ ઓકવૃક્ષો, પીપlળાવૃક્ષો તથા એલોનવૃક્ષો નીચે, ધૂપ બાળે છે. એને લીધે તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ જારકર્મ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેઓ પર્વતોના શિખરો ઉપર મૂર્તિઓ સન્મુખ બલિદાન કરે છે; ડુંગરો ઉપર જઇને ઓકવૃક્ષો, પીપળાવૃક્ષો તથા એલાહવૃક્ષો તળે, ધૂપ બાળે છે; એને લીધે તમારી પુત્રીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:13
20 Iomraidhean Croise  

અને એમ થયું એનું કારણ એ છે કે ઇઝરયલપુત્રોએ મિસરના રાજા ફારુનના હાથ નીચેથી મીસર દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું, ને અન્ય દેવોની ઉપાસના કરી હતી,


યહોવાના મંદિરમાં આવેલું પુંમૈથુનીઓનાં ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અશેરાને માટે પડદા વણતી હતી, તેઓને તેણે તોડી પાડ્યા.


કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો.


તમે એલોનવૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો. નાળાંઓમાં ખડકોની ફાટ નીચે છોકરાંને મારી નાખો છો.


મોટા અને ઊંચા પર્વત પર તેં તારું બિછાનું પાથર્યું છે; વળી તું યજ્ઞ કરવા માટે ત્યાં ચઢી ગઈ.


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


જ્યાં તમે રહેવા ગયા છો, તે મિસર દેશમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળીને તમે તમારા હાથની કૃતિથી મને રોષ ચઢાવો છો; એથી તમને કાપી નાખવામાં આવશે, અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.


તેં તારા વસ્ત્રોમાંથી કેટલાંકને લઈને તરેહ તરેહના રંગના વસ્ત્રથી શણગારેલા ઉચ્ચસ્થાનો પોતાને માટે બનાવ્યાં, ને ત્યાં વ્યભિચાર કર્યો; એવું કદી થયું નથી, ને થશે પણ નહિ.


રસ્તાના દરેક મથક આગળ તેં પોતાનો ચોતરો બાંધ્યો છે, ને પોતાના સૌદર્યને કંટાળો આવે એવું કરી નાખ્યું છે, ને પાસે થઈને જનાર દરેક જનની આગળ પોતાના પગ પહોળા કરીને તારો વ્યભિચાર વધારી દીધો છે.


જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના દરેક શિખેરો પર, દરેક લીલા વૃક્ષ નીચે, તથા દરેક ઘટાદાર એલોનવૃક્ષ નીચે, એટલે જે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં, તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


ઇઝરાયલના પાપના કારણરૂપ આવેનનાં ઉચ્ચસ્થાનો નાશ પામશે; તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો.’ અને ડુંગરોને [કહેશે] કે, ‘અમારા પર પડો.’


જેમ જેમ [પ્રબોધકોએ] તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


જે દિવસોમાં તે બાલીમની આગળ ધૂપ બાળતી હતી, તે દિવસોને માટે હું તેને શિક્ષા કરીશ, કારણ કે તે વખતે તો તે વાળીથી તથા આભૂષણોથી પોતાને શણગારીને પોતાના પ્રીતમોની પાછળ પાછળ ફરતી હતી, ને મને ભૂલી ગઇ હતી.” એવું યહોવા કહે છે.


એ માટે યહોવા કહે છે, ‘તારી સ્ત્રી નગરમાં વેશ્યા બનશે, ને તારો દેશ દોરીથી માપીને વહેંચવામાં આવશે. અને તું પોતે અપવિત્ર ભૂમિમાં મરણ પામશે, ને ઇઝરાયલ લોકને પોતાના દેશમાંથી ગુલામ કરીને નક્કી લઈ જવામાં આવશે.’”


Lean sinn:

Sanasan


Sanasan