Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 4:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મારા લોકો પોતાના વૃક્ષના ઠંઠાની સલાહ પૂછે છે, ને તેમના જોષી ની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે!કેમ કે વ્યભિચારી હ્રદયે તેમને ગેરમાર્ગે દોર્યા છે, ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેઓ વૃક્ષના ઠૂંઠા પાસે સલાહ માગે છે અને એક લાકડી પાસે ઉત્તરની અપેક્ષા રાખે છે! તેમણે મારો ત્યાગ કર્યો છે. એક વ્યભિચારી સ્ત્રીની જેમ તેમણે પોતાને અન્ય દેવતાઓને સોંપ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 વ્યભિચારના ભૂતે તેમને ગેરમાર્ગે દોરવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 4:12
25 Iomraidhean Croise  

અને એમ થયું એનું કારણ એ છે કે ઇઝરયલપુત્રોએ મિસરના રાજા ફારુનના હાથ નીચેથી મીસર દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું, ને અન્ય દેવોની ઉપાસના કરી હતી,


ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે, ને આહાબના કુટુંબની જેમ તે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે. અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતાં સારા હતાં, તેઓને પણ તેં મારી નાખ્યાં છે.


આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.


કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.


તેઓ બધા નિર્બુદ્ધ તથા મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે તો [ફકત] લાકડું જ છે.


તેઓ થકને કહે છે, ‘તું મારો પિતા છે: ’ અને પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’ તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે; તોપણ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે, “તું ઊઠીને અમને તાર.”


સમરૂનના પ્રબોધકોમાં મેં મૂર્ખાઈ દીઠી છે; તેઓએ બાલને નામે પ્રબોધ કર્યો છે, ને મારા લોકો ઇઝરાયલને ભમાવ્યા છે.


તમે કહો છો કે, અમે વિદેશીઓની જેમ [અન્ય] દેશોનાં કુટુંબોની જેમ, લાકડા તથા પથ્થરની સેવા કરનારા થઈશું, એ તમારા મનના [મનોરથો] બિલકુલ પૂરા પડશે નહિ.


કેમ કે માર્ગમાં ફાંટા પડે છે તે જગાએ, બે માર્ગના મથક પર બાબિલનો રાજા શકુન જોવા ઊભો‌ છે: તે આમતેમ તીર હલાવે છે, તે તરાફીમની સલાહ લે છે, તે કલેજામાં અવલોકન કરે છે.


આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.”


તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતાં રોકશે; કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હ્રદય છે, ને તેઓને યહોવાનું જ્ઞાન નથી.


ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.


હે ઇઝરાયલ, અન્યધર્મીઓની જેમ હર્ષનાદ ન કર; કેમ કે તું તારા ઈશ્વરની પાસેથી ભટકી ગયો છે, દરેક ખળીમાં તેં વેતન ચાહ્યું છે.


અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય.


તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ રાખીશ, ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યેથી તેની પાછળ વંઠી જઈને [જાણે કે] માલેખની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નષ્ટ કરીશ.


જો કોઈ નકામો ને દુરાચારી માણસ જૂઠું બોલીને પ્રબોધ કરે, “તમને દ્રાક્ષારસ તથા મધ મળશે, ” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.


જે જન લાકડાને કહે છે, ‘જાગ’; તથા મૂંગા પથ્થરને [કહે છે] ‘ઊઠ’ તેને અફસોસ! એ શું શીખવી શકે? જુઓ તે તો સોનારૂપાથી મઢેલું છે, ને તેની અંદર શ્વાસ બિલકુલ નથી.


અને તે કિનારી તમને એ કામમાં આવે કે, તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો. અને તમારું અંત:કરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, તેમની પઅછળ ન લાગો;


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે. અને આ લોકો ઊઠશે, ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે, ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે.


તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેહમંદ નીવડશે કે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan