Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે માટે પંદર રૂપાના કકડા, ને દોઢ હોમેર જવ આપીને મેં પોતાને માટે તેને વેચાતી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી મેં ચાંદીના પંદર સિક્કા અને સાત માપ જવ આપીને તેને વેચાતી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી અને સાત મણ જવ આપીને વેચાતી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી મેં પંદર તોલા ચાંદી અને સાત મણ જવ આપીને તેને ખરીદી,

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 3:2
9 Iomraidhean Croise  

વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને માટે ચૌદ વર્ષ, ને તારાં ઢોરને માટે છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. અને મારું વેતન તેં દશ વાર બદલી નાખ્યું.


તમે મારી પાસે પલ્લું તથા બક્ષિસ ગમે તેટલાં માગોમ ને જે તમે મને કહેશો તે પ્રમાણે આપીશ; પણ એ છોકરી મારી પત્ની થવા માટે મને આપો.”


જો તેનો પિતા તેને તેની સાથે પરણાવવાને ઇનકાર કરે, તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે.


કેમ કે દશ એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઊપજ થશે, ને એક ઓમેર બીમાંથી એક એફાહની ઊપજ થશે.”


એફાહ તથા બાથ એક જ માપનાં હોવાં જોઈએ એટલે કે બાથમાં હોમેરનો દશમો ભાગ માય, ને એફાહમાં હોમેરનો દશમો ભાગ માય, તેનું માપ હોમેરના ધોરણે હોય.


મેં તેને કહ્યું, “તું મારી સાથે ઘણી મુદત સુધી રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, ને તું બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ; હું પણ તારી સાથે એમ જ વર્તીશ.”


અને જો કોઈ માણસ પોતાના વતનના ખેતરનો ભાગ યહોવાને અર્પણ કરે, તો તેની વાવણી પ્રમાણે તેનું મૂલ્ય તારે ઠરાવવું; એટલે જેટલામાં એક હોમર જવ વવાય તેટલાંનું મૂલ્ય પચાસ શેકેલ રૂપું ગણાય.


વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબણને, મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.”


પછી શાઉલે કહ્યું, “તમારે દાઉદને એમ કહેવું કે, રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે પલિસ્તીઓના એકસો અગ્રચર્મ [જોઈએ છે].” હવે શાઉલનો ઇરાદો એવો હતો કે પલિસ્તીઓના હાથે દાઉદ માર્યો જાય.


Lean sinn:

Sanasan


Sanasan