Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હાં, તેનાં છોકરાં પર હું દયા રાખીશ નહિ; કેમ કે તેઓ વ્યભિચારનાં છોકરાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હું તેનાં બાળકો પર દયા દર્શાવીશ નહિ; કારણ, તેઓ વ્યભિચારથી જન્મેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું તેનાં સંતાન પર દયા રાખીશ નહિ, કેમ કે તેઓ એક ગણિકાનાં સંતાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યાં સુધી તેના સંતાનોનો સબંધ છે, મને તેમનાં પર સહાનુભૂતિ નથી; કારણકે તેઓ મારા સંતાનો નથી. તેઓ એક વારાંગનાના સંતાનો છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:4
17 Iomraidhean Croise  

યોરામે યેહૂને જોયો ત્યારે એમ થયું કે તેણે કહ્યું, યેહૂ શું સલાહશાંતિ છે?” તેણે ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તમારી મા ઇઝબેલ વ્યભિચાર તથા જાદુકર્મ કર્યા કરતાં હોય, ત્યાં સુધી શી શાંતિ હોય?”


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


પણ તમે જાદુગરણના દીકરા, જારકર્મી તથા વ્યભિચારિણીનાં સંતાન, અત્રે પાસે આવો.


હું તેઓને એકબીજા સામે [લડાવીશ] , પિતાને તથા પુત્રોને એકબીજા સામે અથડાવીશ, એમ યહોવા કહે છે. હું [તેઓ પર] દયા, ક્ષમા કે કરુણા કરીશ નહિ, પણ તેઓનો નાશ કરીશ.’


યહોવા કહે છે કે, શોક [કરનાર] ના ઘરમાં પેસતો ના, ને રડારોળ કરવા માટે જતો ના, ને તેઓને લીધે વિલાપ કરતો ના; કેમ કે મેં આ લોકો પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.


હું મારો કોપ તારા પર રેડી દઈશ, ને તેઓ તારા પર કેર વર્તાવશે. તેઓ તારા નાકકાન કાપી લેશે. તારા બાકી રહેલા તરવારથી પડશે. તેઓ તારાં દીકરા-દીકરીઓને પકડી લેશે; અને તારા બાકી રહેલા અગ્નિથી ભસ્મ થશે.


માટે હું પણ કોપાયમાન થઈને શિક્ષા કરીશ, મારી આંખ દરગુજર કરશે નહિ, તેમ હું પણ દયા રાખીશ નહિ, અને તેઓ મોટે અવાજે મારા કાનમાં બૂમ પાડશે, તોપણ હું તેમનું સાંભળીશ નહિ.”


મારી આંખ તો દરગુજર કરશે નહિ ને હું દયા રાખીશ નહિ, પણ તેમને તેમનાં કૃત્યોનો બદલો આપીશ.”


યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”


તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.


તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.


ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”


તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.”


તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો. જેઓ પડી ગયા, તેઓના ઉપર તો સખતાઈ પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે, તો તારા ઉપર ઈશ્વરની મહેરબાની; નહિ તો તને કાપી નાખવામાં આવશે.


માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


Lean sinn:

Sanasan


Sanasan