Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમારી માને આજીજી કરો, તેને સમજાવો; કેમ કે તે મારી સ્ત્રી નથી, ને હું તેનો ધણી નથી. અને [તેને કહો કે] તે પોતાના વ્યભિચાર પોતાના મુખ પરથી, ને પોતાનાં જારકર્મ પોતાનાં સ્તનોમાંથી દૂર કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “મારાં બાળકો, તમારી માને વિનવણીપૂર્વક સમજાવો. કારણ, તે મારી પત્ની નથી અને હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાના ચહેરા પરથી વ્યભિચાર અને પોતાનાં સ્તનો વચ્ચેથી જારકર્મો દૂર કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તમારી માને આજીજી કરો, તેને સમજાવો: કારણકે તે મારી પત્ની નથી, ને હું તેનો ધણી નથી; તેને સમજાવો કે, તે તેનો વારાંગના તરીકેનો વ્યભિચાર બંધ કરે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:2
22 Iomraidhean Croise  

વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઇઝરાયલના કાઢી મૂકેલાને એકત્ર કરશે, ને યહૂદિયાના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


‘યહૂદિયાના રાજાઓ તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો; સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ સ્થળ પર હું એવી વિપત્તિ લાવીશ કે તે વિષે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


તે સમયે યહૂદિયાનો વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે, ને ઉત્તર દેશમાંથી ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે.”


વળી મારાથી જે દીકરા તથા દીકરીઓ તને થયાં તેઓને લઈને તેં તેમની આગળ તેઓનો ભોગ આપ્યો. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા કે,


રસ્તાના દરેક મથક આગળ તેં પોતાનો ચોતરો બાંધ્યો છે, ને પોતાના સૌદર્યને કંટાળો આવે એવું કરી નાખ્યું છે, ને પાસે થઈને જનાર દરેક જનની આગળ પોતાના પગ પહોળા કરીને તારો વ્યભિચાર વધારી દીધો છે.


હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ન્યાય કરશે, શું તું તેમનો ન્યાય કરશે? તેઓના પૂર્વજોના ધિક્કારપાત્ર કૃત્યો તેઓને જણાવ.


ત્યારે જે વ્યભિચાર કરીને વૃદ્ધ થઈ ગઈ હતી તેને વિષે મેં કહ્યું કે, હવે તેઓ તેની સાથે, હા, તેની સાથે વ્યભિચાર કરશે.


નેક પુરુષો તેમનો ન્યાય કરીને તેમને છિનાળોની તથા ખૂની સ્ત્રીઓની શિક્ષા ફરમાવશે; કેમ કે તેઓ છિનાળો છે ને તેઓના હાથમાં રકત છે.


યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”


તામારા ભાઈઓને આમ્મી, ને તમારી બહેનોને રૂહામાં કહીને બોલાવો.


કેમ કે તેમની માએ વ્યભિચાર કર્યો છે. તેમનો ગર્ભ ધરનારીએ શરમભરેલું કામ કર્યું છે; કેમ કે તેણે કહ્યું, ‘મારા પ્રીતમો જેઓ મને મારું અન્ન ને મારું જળ, મારું ઊન ને મારું શણ, મારું તેલ ને મારું પાન આપે છે, તેમની પાછળ હું જઈશ.’


તું દિવસે ઠોકર ખાઈને પડશે, ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે; અને હું તારી માનો નાશ કરીશ.


છીડું પાડનાર તેઓની આગળ નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર નીકળ્યા છે. તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે, ને યહોવા તેમનો આગેવાન છે.


માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan