Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી હું સદાને માટે મારી સાથે તારું વેવિશાળ કરીશ; હા, હું નેકીથી, ન્યાયથી, રહેમનજરથી તથા કૃપાથી મારી સાથે તારું વેવિશાળ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ઇઝરાયલ, હું તારી સાથે વિવાહ કરીશ. એ વિવાહ હું સત્યતાથી અને વિશ્વાસુપણે કરીશ. હું તારા પર અવિચળ પ્રેમ અને દયા દાખવીશ, અને સદાસર્વકાળ માટે તને મારી પોતાની કરી લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ. હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:19
27 Iomraidhean Croise  

કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.


સિયોન ઇનસાફથી, અને [પ્રભુ પાસે] તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.


તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.


કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.


તજેલી તથા મનમાં ઉદાસ રહેતી પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી પણ પછીથી ધિક્કારપાત્ર થયેલી પત્નીની જેમ, યહોવાએ તને બોલાવી છે. એવું તારા ઈશ્વર કહે છે.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


અને હું પછી કદી મારું મુખ તેઓથી અવળું ફેરવીશ નહિ. કેમ કે મેં ઇઝરાયલ લોકો પર મારો આત્મા રેડ્યો છે, એમ પ્રભુ યહોવા કહે છે.”


“તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે.


પણ યહૂદિયા સર્વકાળ માટે, ને યરુશાલેમ પેઢી દરપેઢી માટે રહેશે.


તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


એમ જ, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીરદ્વારા નિયમશાસ્‍ત્રના સંબંધમાં મૂએલા થયા છો, જેથી તમે બીજાના, એટલે જે મૂએલાંમાંથી પાછા ઊઠયા છે તેમના થાઓ કે, આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્‍ન કરીએ.


કેમ કે [જાણે] ઐશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.


વળી મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan