Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હું તેના યારોના દેખતાં તેનું લંપટપણું ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ, મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:10
19 Iomraidhean Croise  

કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું મંદિર ભાંગી નાખ્યું હતું, અને તેઓએ યહોવાના મંદિરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બાલદેવોની સેવાના કામમાં લીધી હતી.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.


તેથી પ્રભુ સિયોનની દીકરીઓનાં માથાંને ઉંદરીવાળાં કરી નાખશે, અને યહોવા તેમને ઉઘાડાં કરશે.


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


તે માટે હું પણ તારા મોં આગળ તારાં વસ્ત્રો ઊંચા કરીશ, ને તારી લાજ દેખાશે.


તેં તારા વસ્ત્રોમાંથી કેટલાંકને લઈને તરેહ તરેહના રંગના વસ્ત્રથી શણગારેલા ઉચ્ચસ્થાનો પોતાને માટે બનાવ્યાં, ને ત્યાં વ્યભિચાર કર્યો; એવું કદી થયું નથી, ને થશે પણ નહિ.


વળી જે મારું અન્ન હું તને આપતો હતો, એટલે જે મેંદાથી, તેલથી તથા મધથી હું તારું પોષણ કરતો હતો, તે પર તેં સુવાસને માટે તેઓની આગળ અર્પણ કર્યું, અને એમ જ થતું! એમ પ્રભુ યહોવા કહે છે.


તેઓ તારા પર પોતાનું વૈર લેશે, ને તારી સર્વ મહેનતના ફળ નું હરણ કરશે, ને તેને નગ્ન તથા ઉઘાડી કરી મૂકશે. અને તારા વ્યભિચારની નગ્નતા, [એટલે] તારી લંપટતા તથા તારો વ્યભિચાર બન્ને ઉઘાડાં થશે.


ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.


એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો.


રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મદિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું, ને તેને વેરાનરૂપ કરીને, સૂકી જમીન જેવી કરી મૂકું, ને તેને તૃષાથી મારી નાખું;


જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.


યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં વનનાં પશુઓમાં સિંહના બચ્ચાના જેવા થશે. જે તેઓમાં થઈને જાય તો તેમને કચરી નાખે છે, ને તેમને ફાડીને ટુકડા કરે છે, ને છોડાવનાર કોઈ હોતું નથી.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


Lean sinn:

Sanasan


Sanasan