Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેની છાયા નીચે રહેનારા પાછા આવશે. તેઓ ધાન્યની જેમ સજીવન થશે, ને દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેઓની વાસ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ ફરીથી મારી છાયામાં વસતા થશે. તેઓ વાડીની જેમ ફૂલશે અને ફાલશે અને દ્રાક્ષવેલાની જેમ ફળથી લચી પડશે. લબાનોનના દ્રાક્ષાસવની જેમ તેઓની કીર્તિ પ્રસરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેના છાયામાં રહેનારા લોકો પાછા ફરશે; તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે, દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ફરી તેઓ મારા છાયડામાં વાસો કરશે; તેઓ બગીચાની જેમ ફૂલશે ફાલશે, દ્રાક્ષાવાડીની જેમ વધશે; તેઓની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 14:7
17 Iomraidhean Croise  

જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.


શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે?


પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.


જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ [હોય] , તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.


હે નવોઢા, મધપૂડાની માફક તારા હોઠમાંથી [મીઠાશ] ટપકે છે: તારી જીભ નીચે મધ તથા દૂધ છે; અને તારાં વસ્ત્રોની સુગંધ લબાનોનની સુગંધ જેવી છે.


ખીણના હરિયાળા છોડ જોવા, દ્રાક્ષાવેલાને કળીઓ ફૂટે છે કે કેમ [તથા] દાડમડીઓ મહોરી છે કે કેમ, તે જોવાને હું સોપારીના બાગમાં ગયો.


જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.


ઇઝરાયલના ઊંચા પર્વત પર હું તેને રોપીશ. તેને ડાળીઓ ફૂટશે, તેને ફળ આવશે, ને તે એક મજાનું એરેજવૃક્ષ થશે. તેની નીચે સર્વ પ્રકારની પાંખોવાળાં સર્વ પક્ષીઓ વાસો કરશે. તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે.


હું ઇઝરાયલના હકમાં ઝાકળરૂપ થઈશ; તે કમળની જેમ ખીલશે, ને લબાનોનની જેમ પોતાનાં મૂળ ઊંડાં નાખશે.


યહોવા કહે છે, “તે દિવસે હું જવાબ આપીશ, હું આકાશોને જવાબ આપીશ, ને તેઓ પૃથ્વીને જવાબ આપશે.


પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને, તથા તેલને જવાબ આપશે; અને તેઓ યિઝ્‍એલને જવાબ આપશે;


બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.


કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.


ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે,


હું તમને ખચીત ખચીત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં ફળ આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan