Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 14:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈતવૃક્ષના જેવી, ને તેની વાસ લબાનોનના જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ નવા ફણગાની જેમ ફૂટશે અને ઓલિવ વૃક્ષ જેવી શોભા ધારણ કરશે. લબાનોનના દેવદારની જેમ તેઓ સુવાસિત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેને નવા ફણગાં ફૂટશે, અને તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 14:6
19 Iomraidhean Croise  

અને તે પાસે આવીને તેને ચૂમ્યો. અને ઇસહાકે તેનાં લૂગડાંની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જો, યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દિકરાની વાસ છે.


તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારાં છોકરાં તારી મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપા જેવાં થશે.


પણ હું તો ઈશ્વરના મંદિરના લીલા જૈતવૃક્ષ જેવો છું. હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.


ન્યાયી માણસ તાડની જેમ વધશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.


ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇઝરાયલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ઠ ભરપૂર કરશે.”


તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.


તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે.


યહોવાએ લીલું, સુશોભિત તથા ફળ આપનારું જૈતવૃક્ષ, એવું તારું નામ પાડયું. મોટા ગડબડાટ સહિત યહોવાએ તેના પર અગ્નિ સળગાવ્યો છે, ને તેની ડાળીઓ તોડી નાખેલી છે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


તેમણે તેઓની આગળ બીજું એક દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું


હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


Lean sinn:

Sanasan


Sanasan