Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો: “હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય, તેનો સ્વીકાર કરો. અમે તમને સ્તુતિઓ અપીર્શું.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 14:2
39 Iomraidhean Croise  

અને દાઉદે નાથાનને કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને નાથાને દાઉદને કહ્યું, “યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે; તમે મરશો નહિ.


દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. અને દાઉદે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે. પણ હવે, હે યહોવા કૃપા કરીને તમારા સેવકની દુષ્ટતા દૂર કરો; કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે.”


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણ સ્વીકારો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


કેમ કે તમે યજ્ઞથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.


ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠોને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે, અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે.”


તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ‘હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર, યહોવા એમ કહે છે; હું ક્રોધાયમાન દષ્ટિથી તમને જોઈશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું દયાળું છું, હું સર્વકાળ [કોપ] કાયમ રાખીશ નહિ.


કનાન [ઠગ છે] , તેના હાથમાં ખોટાં ત્રાજવાં છે; તેને છળકપટ ગમે છે.


ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તે માટે ઇઝરાયલ ને એફ્રાઈમ પોતાના અન્યાયથી ઠોકર ખાઈને પડી જશે. યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે.


કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.


યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’


પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”


દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે, “એનાં અંગ પરથી મેલાં વસ્ત્ર કાઢી નાખો.” દૂતે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ.”


તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’


બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!


હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર [પૂર્ણ] થશે.”


તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડયા, આપણી કરણીઓ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે; એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી,


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


તે પાપનું હરણ કરવાને પ્રગટ થયા, એ તમે જાણો છો. અને તેમનામાં પાપ નથી.


Lean sinn:

Sanasan


Sanasan