Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જેના બચ્ચાં છીનવી લેવામાં આવ્યાં હોય એવી રીંછડીની જેમ હું તેમને મળીશ, ને તેમની છાતી ચીરી નાખીશ. અને ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાડી ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પોતાનાં બચ્ચાં ગુમાવ્યાં હોય તેવી રીંછડીની જેમ હું તમારા પર હુમલો કરીશ અને તમારી છાતી ચીરી નાખીશ. સિંહણની જેમ હું તમારો સ્થળ પર જ ભક્ષ કરીશ, અને જંગલી પશુની માફક હું તમારા ટુકડેટુકડા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ; હું તેઓની છાતી ચીરી નાખીશ, ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી પશુઓ તેઓને ફાડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જેનાં બચ્ચાં ઝૂટવી લેવાયા હોય એવી રીંછણની જેમ હું તમને ચીરી નાખીશ; અને સિંહની જેમ હું તમારો ભક્ષ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:8
11 Iomraidhean Croise  

વળી હુશાયે કહ્યું, “તમે તમારા પિતાને તથા તેમના માણસોને તો ઓળખો છો કે તેઓ યોદ્ધા છે, ને તેઓનાં મન ખીજવાયેલાં છે, વનમાં બચ્ચું છીનવી લીધેલી રીંછણના જેવા [તેઓ છે]. તમારા પિતા લડવૈયા પરુષ છે, તે લોકોની સાથે રહેશે નહિ.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


ડુક્કર જંગલમાંથી [આવીને] તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.


જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.


તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહનાં બચ્ચાંની જેમ ગર્જના કરશે અને ઘૂરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, ને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.


શું મારો વારસો કાબરચીતરાં પીછાંવાળા પક્ષી જેવો છે કે, જેની આસપાસ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે? ચાલો, સર્વ વનપશુઓને એકત્ર કરો, ફાડી ખાવા માટે તેઓને લાવો.


તે સિંહની જેમ પોતાના જંગલમાંથી બહાર આવે છે; કેમ કે ઉપદ્રવ કરનારાના ક્રોધને લીધે તથા તેના ભારે કોપને લીધે તેઓનો દેશ વિસ્મય પમાડે એવો ઉજજડ થયો છે.


તેના દ્રાક્ષાવેલા તથા તેની અંજીરીઓ કે જેઓ વિષે તેણે કહ્યું છે, ‘આ તો મને મારા યારોએ આપેલું મારું વેતન છે.’ તેઓને હું વેરાન કરી નાખીશ; અને હું તેઓને જંગલ કરી નાખીશ, ને વનચર જાનવરો તેમનો ભક્ષ કરશે.


કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંગરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું, હા, હું જ ફાડી નાખીને જતો રહીશ; હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan