Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અરણ્યમાં, એટલે મહાન સુકવણાના દેશમાં, મેં તને ઓળખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 સૂકા અને નિર્જળ પ્રદેશમાં મેં તમારું પાલન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મેં તને અરણ્યમાં, મહાન સુકવણાના દેશમાં ઓળખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ગરમ અને સૂકા અરણ્યમાં મેં તમારી કાળજી રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:5
16 Iomraidhean Croise  

દિવસે તડકાથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થતો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.


કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.


હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુ:ખ જોયું છે. તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે;


હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.


અને ઈશ્વરે ઇઝરાયલીઓને જોયા, ને ઈશ્વરે તેઓની ખબર લીધી.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.


હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, [ને] ઇઝરાયલ વટળ્યો છે.


અરણ્યમાં દ્રાક્ષા [મળે] તેમ ઇઝરાયલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમફળ [જોવામાં આવે] તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.


પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતાં ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિર્માલ્ય જેવાં તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો


કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.


તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યા. તે તેની આસપાસ [કોટરૂપ] રહ્યા, તેમણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની જેમ યહોવાએ તેનું રક્ષણ કર્યું.


જેમણે તને આગિયા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું,


Lean sinn:

Sanasan


Sanasan