Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્ય તરફથી આવશે, તેથી તેના ઝરા સુકાઈ જશે,, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સર્વ કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જોકે એફ્રાઇમ તેના સર્વ ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો પવન આવશે, એટલે યહોવાહનો પવન અરણ્યમાંથી આવશે, એફ્રાઇમના ઝરા સુકાઈ જશે, તેના કૂવામાં પાણી રહેશે નહિ. તેના શત્રુઓ ભંડારની દરેક કિંમતી વસ્તુઓ લૂંટશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેના સર્વ ભાઇઓમાં તે સૌથી વધુ નિષ્ઠાવાન ગણાતો હતો. પરંતુ પૂર્વનો પવન-અરણ્યમાંથી આવતો યહોવાનો પવન તેના ઉપર પ્રચંડ રીતે આવશે અને પછી ઝરા સુકાઇ જશે. અને તેમના કુંવાઓ સૂકાઇ જશે અને તેમનો મુલ્યવાન ખજાનો પવનમાં ઘસડાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:15
27 Iomraidhean Croise  

અને જુઓ, તેઓની પાછળ સુકાયેલાં તથા હલકાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં નીકળ્યાં.


અને બીજાનું નામ તેણે એફ્રાઇમ પાડયું. કેમ કે [તેણે કહ્યું,] “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”


અને તેઓની પાછળ હલકાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.


અને તેનો પિતા એમ કરવાની ના પાડીને બોલ્યો, “હું જાણું છું, મારા દિકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે, ને તે પણ મોટો થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં મોટો થશે, ને તેનાં સંતાન અતિ બહોળી દેશજાતિ થશે.”


યૂસફ ફળદ્રુપ ડાળ છે, ઝરા પાસેની ફળવંત ડાળ; તેની ડાંખળી ભીંત પર ચઢી જાય છે.


નીચેથી તેનાં મૂળ સુકાઈ જશે, અને ઉપરથી તેની ડાળી કાપી નંખાશે.


દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે


તેના વંશનો ઉચ્છેદ થાઓ, આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ.


તેના દીકરાઓને માટે તેમના પિતાઓના અન્યાયને લીધે વધસ્થાન તૈયાર કરો; રખેને તેઓ ઊઠે, ને પૃથ્વીનું વતન પામે, ને જગતનું પૃષ્ઠ નગરોથી ભરપૂર કરે.


લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.


તું તેઓને ઊપણશે, વાયુ તેઓને ઉડાવશે, ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે; તું યહોવામાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં વડાઈ કરીશ.


વળી હું આ નગરનું સર્વ દ્રવ્ય, તેની સર્વ પેદાશ, ને તેના સર્વ મૂલ્યવાન પદાર્થ, અને યહૂદિયાના રાજાઓનો સર્વ ધનસંગ્રહ તેઓના શત્રુઓના હાથમાં સોંપીશ; ને તેઓ તેને લૂંટશે, ને તેઓને પકડીને બાબિલમાં લઈ જશે.


તે સમયે આ લોકોને તથા યરુશાલેમને કહેવામાં આવશે, “રાનમાં બોડી ટેકરીઓ પરથી લૂ મારા લોકની પુત્રી તરફ આવશે, તે તો ઊણપવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ;


મારી [આજ્ઞા] થી તે સ્થાનો તરફથી ભારે પવન આવશે; હમણાં હું તેઓને ન્યાયશાસન કહી સંભળાવીશ.”


યહોવા કહે છે, “જુઓ, હું બાબિલ પર, તથા લેબ-કામાયમાં વસનારા પર, નાશકારક વાયુ ચઢાવીશ.


તે માટે યહોવા કહે છે, “જો, હું તારા પક્ષમાં બોલીશ, ને તારું વૈર લઈશ; અને હું તેના સમુદ્રને સૂકવી નાખીશ ને તેના ઝરાને નિર્જળ કરી નાખીશ.


હા, જુઓ, રોપાયું, પણ શું તે ફાલશે? પૂર્વનો વાયુ લાગતાં શું તે છેક ચીમળાઈ નહિ જશે? જે ક્યારામાં તે ઊગ્યું હતું તેમાં જ તે ચીમળાઈ જશે.”


પણ [ઈશ્વરના] કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.


વળી તે તેઓના દેવોને, તેમની ઢાળેલી મૂર્તિઓને તથા તેઓનાં સોનારૂપાનાં સારાં સારાં પાત્રોને કબજે કરીને મિસરમાં લઈ જશે; અને તે ઉત્તરના રાજા પર કેટલાંક વર્ષો સુધી ચઢાઈ કરશે નહિ.


ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.


રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મદિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું, ને તેને વેરાનરૂપ કરીને, સૂકી જમીન જેવી કરી મૂકું, ને તેને તૃષાથી મારી નાખું;


વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી દીધી છે; તેઓ પોતાના યજ્ઞોને લીધે લજ્જિત થશે.


એફ્રાઈમપુત્રોનું ગૌરવ તો પક્ષીની જેમ ઊડી જશે. એક પણ જન્મ, એક પણ ગર્ભવતી કે, એક પણ ગર્ભાધાન, થશે નહિ.


વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


તમે રૂપું લૂંટી લો, સોનું લૂંટી લો, માલ ખજાનાનો પાર નથી, સરસામાનની કિંમતી વસ્તુઓનો અખૂટ ભંડાર છે!


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


Lean sinn:

Sanasan


Sanasan