Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? પશ્ચાત્તાપ મારી આંખોથી ગુપ્ત રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ? હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “હું મૂલ્ય ચૂકવીને તેને શેઓલમાંથી છોડાવી લઇશ, હું એમને મૃત્યુમાંથી છોડાવીશ. તેની કસોટી કરવા માટે હે શેઓલ, તારી વિનાશક શકિત છૂટી મૂક. અરે મૃત્યુ તારી મહામારી મોકલ! કારણકે મારી આંખમાં દયા રહી નથી.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:14
32 Iomraidhean Croise  

તો એ તેના પર કૃપાવાન થઈને કહે છે કે, ‘તેને કબરમાં જતાં બચાવો; કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે.’


તેની ગરદનમાં બળ છે, અને તેની આગળ [જાનવરો] ત્રાસથી થરથરી ઊઠે છે.


કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ


હે યહોવા, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; પણ તમે મને જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.


પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)


જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય છે, ત્યારે તું ગભરાતો નહિ;


તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


[યહોવા કહે છે,] તેં મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હઠી ગયો છે; તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.


જે નગરો યહોવાએ નષ્ટ કર્યાં, અને પસ્તાવો કર્યો નહિ, તેઓની જેમ તે માણસ [નષ્ટ] થાઓ; તે માણસ સવારે વિલાપ તથા મધ્યાહને રણનાદ સાંભળો!


જે યહોવા દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યની તથા રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવે છે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે, જેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે આમ કહે છે:


પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પવનને પ્રબોધ કર, પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે પવન, ચારે દિશાથી આવ, ને આ મૂડદા પર ફૂંક માર કે, તેઓ જીવતાં થાય.”


બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.


ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તોપણ, એટલું બધું છતાં, તેઓ પોતાના ઈશ્વર યહોવાની પાસે પાછા આવ્યા નથી, તેમ તેમને શોધ્યા પણ નથી.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું [ઈશ્વરની સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


કેમ કે અમે આ માંડવામાં રહેતાં બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહિ, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ.


તે, જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય.


કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે [પણ] પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.


તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”


મેં જોયું, તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ “મરણ” હતું, અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું, અને તરવારથી, દુકાળથી, મરણથી, તથા પૃથ્વી પરનાં શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો.


વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ, કે અનુતાપ કરશે નહિ; કેમ કેતે માણસ નથી કે તે અનુતાપ કરે.”


Lean sinn:

Sanasan


Sanasan