Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 13:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી. ઇઝરાયલમાં તે સન્માન પામતો, પણ બઆલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “એફ્રાઇમના વંશનો બોલ પડતાં બીજા વંશના લોકો ધ્રુજી ઊઠતાં. ઇસ્રાએલમાં એ વંશનું એવું માન હતું પરંતુ બઆલની પૂજા કરવાને કારણે એ લોકો અપરાધી ઠર્યા અને માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 13:1
26 Iomraidhean Croise  

પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.”


પછી યરોબામે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું, ને તેમાં રહ્યો; અને ત્યાંથી નીકળીને તેણે પનુએલ બંધ્યું.


લોકો મારું સાંભળવાને ટાંપી રહેતા, અને મારો બોધ સાંભળવાને છાના રહેતા.


મારા બોલ્યા પછી તેઓ બોલતા નહિ; અને મારી વાત [વરસાદની જેમ] તેમના પર ટપક્યા કરતી.


માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


અરામનું શિર દમસ્કસ છે, ને દમસ્કસનું શિર રસીન છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ નાશ પામશે, ને પ્રજાની ગણતરીમાં રહેશે નહિ.


જેમ જેમ [પ્રબોધકોએ] તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


હું તેના યારોના દેખતાં તેનું લંપટપણું ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહિ.


કેમ કે તે જાણતી નહોતી કે અનાજ, દ્રાક્ષારસ તથા તેલ હું તેને આપતો હતો, જે સોનુંરૂપું તેઓ બાલની સેવામાં વાપરતા હતા, તે તેના હાથમાં હું પુષ્કળ આપતો હતો.


તેઓએ રાજાઓ સ્થાપ્યા છે, પણ મારી સંમતિથી નહિ, તેઓએ અમલદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો નહોતો. [પોતાનો] નાશ કરવાને માટે તેઓએ પોતાના સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે.


પછી એફ્રાઈમના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્ય પર આમિહુદનો દિકરો અલિશામા હતો.


જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓનાં નામ એ હતાં.અને મૂસાએ નૂનના દિકરા હોશિયાનું નામ યહોશુઆ પાડયું.


એફ્રાઈમના કુળમાંથી નૂનનો દિકરો હોશિયા.


કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ.


એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા; અને તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્‍મોનપુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને [અંદર] પૂરીને તારું ઘર બાળી નાખીશું.”


એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, “તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ?” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.


શમુએલે કહ્યું, “તું તારી દષ્ટિમાં તુચ્છ જેવો હતો, તોપણ તને ઇઝરાયલનાં કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહિ શું? અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો,


Lean sinn:

Sanasan


Sanasan