Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુક્ત ઉમરે તેણે ઈશ્વરની સાથે બાથ ભીડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમના પૂર્વજ યાકોબે ગર્ભસ્થાનમાં પોતાના જોડક્ભાઈ એસાવની એડી પકડી અને તે મોટો થયો ત્યારે ઈશ્વર સાથે બાથ ભીડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 એમનો પૂર્વજ યાકૂબ ગર્ભમાં હતો ત્યાં જ તેણે પોતાના ભાઇને દગો દીધો હતો અને મોટો થતાં તેણે દેવ સાથે બાથ ભીડી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 12:3
14 Iomraidhean Croise  

ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.


માટે યહોવાએ ઇઝરાયલ પર અતિ કોપાયમાન થઈને તેમને પોતાની ર્દષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદાના કુળ સિવાય બીજું કોઈ રહેવા પામ્ચું નહિ.


યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.


એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે ઇઝરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા, એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, ને તેઓ આજ સુધી ત્યાં જ છે.


“એ માટે હું હજી તમારી સાથે વિવાદ કરીશ, ” એમ યહોવા કહે છે; “અને તમારા પુત્રોના પુત્રોની સાથે હું વિવાદ કરીશ.


હવે તારો અંત આવ્યો છે, હું મારો કોપ તારા પર રેડીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ, અને તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો હું બદલો વાળીશ.


હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ, ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ. અને તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોનો બદલો હું તને આપીશ.


હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.


યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


હે પર્વતો તથા પૃથ્વીના અચળ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો; કેમ કે યહોવાને પોતાના લોકોની સામે ફરિયાદ છે. તે ઇઝરાયલની સાથે વાદવિવાદ ચલાવશે.


અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે,


Lean sinn:

Sanasan


Sanasan