Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 12:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 શું ગિલ્યાદ અન્યાયી છે? તેઓ તદ્દન વ્યર્થતારૂપ છે. ગિલ્ગાલમાં તેઓ ગોધાઓનું બલિદાન આપે છે; હા, તેમની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 છતાં ગિલ્યાદમાં મૂર્તિઓની પૂજા થાય છે, અને તેમને પૂજનારા માર્યા જશે. ગિલ્ગાલમાં આખલાઓનો બલિ ચડાવવામાં આવે છે એટલે વેદીઓ ખેતરોમાંના પથ્થરના ઢગલા સમાન થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જો ગિલ્યાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે; તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ગિલયાદમાં મૂર્તિપૂજા થઇ રહી છે, તો જરૂર તે પાપોનો નાશ થશે. ગિલ્ગાલમાં બળદોનો બલિ અપાય છે. તેઓની વેદીઓ ખેડેલા ખેતરની બાજુના પથ્થરોના ઢગલા જેવી થશે. ખેતરના ચારાની જેમ વેદીઓની હારમાળાઓ તમારી મૂર્તિઓને બલિદાન અર્પવા વપરાય છે. ગિલયાદ પણ મૂર્તિઓની પૂજા કરનારા મૂર્ખાઓથી ભરેલું છે.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 12:11
18 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”


તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાન્તિરૂપ છે. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામશે.


તેઓ બધા નિર્બુદ્ધ તથા મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે તો [ફકત] લાકડું જ છે.


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


“પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”


“હે મનુષ્યપુત્ર, ઉખાણું કહીને ઇઝરાયલ લોકોને એક ર્દ્દષ્ટાંત આપ કે,


ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.


તેઓનું હ્રદય ઠગારું છે; હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન-સ્તંભોનો નાશ કરશે.


હે ઇઝરાયલ, જો કે તું છિનાળની જેમ વર્તે, તોપણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલ્ગાલ આવવું નહિ, ને તમારે બેથ-આવેન પર ચઢવું નહિ, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહિ.


ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે તેને રક્તના ડાઘ લાગ્યા છે.


એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે.


તેમની બધી દુષ્ટતા ગિલ્ગાલમાં છે, કેમ કે ત્યાં મને તેમાન પર દ્વેષ આવ્યો. તેઓનાં કૃત્યોની દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેઓ પર પ્રેમ રાખીશ નહિ. તેમના સર્વ અમલદારો ફિતૂરી છે.


“બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો.


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


Lean sinn:

Sanasan


Sanasan