Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મારા લોકનું વલણ મારી પાસેથી પાછું હઠી જવાનું છે; જો કે તેઓ તેઓને સ્વર્ગવાસી [ઈશ્વર] પાસે બોલાવે, તે છતાં કોઈ પણ તેને માન આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 11:7
18 Iomraidhean Croise  

પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મને ચાહ્યો નહિ.


પાપી હ્રદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે].


દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


વળી યહોવાએ મને કહ્યું, “વિશ્વાસઘાતી યહૂદિયા કરતાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે.


જે દિવસે તમારા પૂર્વજો મિસર દેશમાંથી નીકળ્યા, ત્યારથી તે અદ્યાપિ પર્યંત હું નિત્ય પ્રાત:કાળે ઊઠીને, મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને, તમારી પાસે મોકલતો આવ્યો છું.


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


જેમ જેમ [પ્રબોધકોએ] તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


“તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે.


કેમ કે ઇઝરાયલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે; હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાનની માફક ચારશે?


તેઓ પાછા આવે છે, પણ આકાશવાસી તરફ નહિ; તેઓ નિશાન ચૂકવે એવા ધનુષ્યના જેવા છે. તેઓના અમલદારો પોતાની જીભના જુસ્સાને લીધે તરવારથી માર્યા જશે:આને લીધે મિસર દેશમાં તેમની હાંસી થશે.


Lean sinn:

Sanasan


Sanasan