Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી. એ [પેટી] માં માન્‍નાથી ભરેલું સોનાનું પાત્ર, હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથી ભરેલી હતી. હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:4
26 Iomraidhean Croise  

વળી ચોખ્ખા સોનાનાં પ્યાલાં, કાતરો, તપેલાં, પળીઓ તથા ધૂપદાનીઓ; અને ભીતરના ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનનાં કમાડને માટે, તેમ જ ઘરનાં એટલે મંદિરનાં કમાડને માટે સોનાનાં મિજાગરાં.


અને ત્યાં મેં કોશને માટે જગા ઠરાવી છે કે, જે [કોશ] માં યહોવાનો કરાર છે, જે [કરાર] તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવતા સમયે કર્યો હતો.”


ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોશમાં મૂકી હતી, તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું.


ઇઝરાયલી લોકો મિસરમાંથી નીકળ્યા ત્યારે હોરેબ કે, જ્યાં યહોવાએ તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે પાટીઓ કોશમાં મૂકી હતી તે સિવાય બીજું કંઈ એમાં નહોતું.


અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.


અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.


અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને બે કરારપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ લેખ લખેલો હતો; એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો.


અને એમ થયું કે મૂસા પર્વત પરથી ઊતર્યો, એટલે બે કરારપાટીઓ હાથમાં લઈને મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે મૂસા જાણતો ન હતો કે પોતનો ચહેરો યહોવાની સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.


અને તેણે બાવળનઅ લાકડાની ધૂપવેદી બનાવી. તે ચોરસ હતી, એટલે તેની લંબાઈ એક હાથ તથા તેની પહોળાઈ એક હાથ હતી; અને તેની ઊંચાઈ બે હાથ હતી; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.


કરારકોશ તથા તેના દાંડા તથા દયાસન;


અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર.


અને યહોવાની સમક્ષ વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિન અંગારા, તથા પોતાના [બન્‍ને] ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની અંદરની બાજુએ તે લાવે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “કરારની સામે હારુનની લાકડી પાછી મૂક કે, દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને માટે તે રાખી મુકાય. અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે કે તેઓ મરે નહિ.”


અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કળીઓ ફૂટશે. અને જે કચકચ ઇઝરાયલી પ્રજા તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ.”


અને એમ થયું કે સવારે મૂસા કરારનાં મંડપમાં ગયો. અને જુઓ, હારુનની લાકડી જે લેવીના ઘરને માટે હતી તે ફૂટી હતી, ને તેને કળીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યાં હતાં, ને પાકી બદામો લાગી હતી.


અને ચાળીસ દિવસ ને ચાળીસ રાત વીત્યા પછી એમ થયું કે યહોવાએ મને બે શિલાપાટીઓ, એટલે કરારની પાટીઓ, આપી.


જ્યારે હું શિલાપાટીઓ, એટલે જે કરાર યહોવાએ તમારી સાથે કર્યો તેની પાટીઓ, લેવા માટે પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ ને ચાળીસ રાત પર્વત પર રહ્યો. અને મેં અન્‍ન ખાધું નહિ તેમજ પાણી પણ પીધું નહિ.


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો, તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજયાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે.


Lean sinn:

Sanasan


Sanasan