Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 8:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે પછી ‘પ્રભુને ઓળખ, ’ એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને ઓળખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેમનામાંના કોઈએ પોતાના સાથી નાગરિકને કે પોતાના દેશબધુંને ‘પ્રભુને ઓળખ’ એમ કહીને શીખવવું પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે પછી ‘પ્રભુને ઓળખ’ એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને પ્રભુને ઓળખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે પછી કોઈને પોતાના પ્રજાબંધુ અથવા તેના ભાઈને કહેવાની આવશ્યકતા નહિ રહે કે, પ્રભુને ઓળખ કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધાજ લોકો ઓળખશે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 8:11
18 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


વળી જે લેવીઓ યહોવાની [સેવામાં] વિશેષ પ્રવીણ હતા તેઓને હિઝકિયાએ ઉત્તેજન આપ્યું. માટે તેઓએ શાંત્યાર્પણોનાં બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આભારસ્તુતિ કરીને પર્વ પૂરું થતા સુધી, એટલે સાતે દિવસ સુધી, મિજબાની કરી.


તું એઝરા, તારા ઈશ્વરનું જે જ્ઞાન તને પ્રાપ્ત થયેલું છે તે પ્રમાણે અમલદારો તથા ન્યાયાધીશો ઠરાવજે કે, નદી પારના જે લોક તારા ઈશ્વરના નિયમો જાણનારા છે, તે સર્વનો ન્યાય તેઓ કરે; અને જે કોઈ તે નિયમોથી અજાણ હોય તેને તારે શીખવવું.


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


તારાં સર્વ સંતાન યહોવાનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.


જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”


વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા તથા નાનાથી તે મોટા સુધી બધા લોકોએ,


ત્યારે તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને તથા નાનથી તે મોટા સુધી સર્વ લોકોને બોલાવીને કહ્યું,


યહૂદિયાના બાકી રહેલાઓમાંના જેઓએ મિસર દેશમાં જઈ રહેવા માટે ઠરાવ કર્યો છે, તેઓને હું જોઈ લઈશ, ને તેઓ સર્વનો નાશ થશે. મિસર દેશમાં તેઓ પડશે. તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામશે; નાનાથી તે મોટા સુધી તમામ તરવારથી તથા દુકાળથી માર્યા જશે; અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તથા નિંદારૂપ થઈ પડશે.


“કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી બધા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી બધા જૂઠાણું ચલાવે છે.


ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે છું, ને તેઓ, એટલે ઇઝરાયલના સંતાનો, મારી પ્રજા છે, એમ પ્રભુ યહોવા કહે છે.


કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.


પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.


તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા, “ઈશ્વરની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે.”


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan