Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પ્રથમ પ્રમુખયાજકોની જેમ પોતાનાં પાપોને માટે, અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેમને અગત્ય રહેતી નથી; કેમ કે તેમણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી બીજા પ્રમુખ યજ્ઞકારોની જેમ તેમને દરરોજ પ્રથમ પોતાનાં પાપોને માટે અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન અર્પવાં પડતાં નથી. તેમણે પોતાનું અર્પણ કર્યું ત્યારે તેમણે હંમેશને માટે પર્યાપ્ત એવું બલિદાન એક જ વખત કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:27
23 Iomraidhean Croise  

પ્રભુ યહોવા કહે છે કે, સાદોકના સંતાનના લેવી યાજકો, જે મારી સેવા કરવા મારે મારી હજૂરમાં આવે, તેઓને તારે એક જુવાન ગોધો પાપાર્થર્પણને માટે આપવો.


અને પાપાર્થાર્પણનો બળદ પોતાને માટે હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે.


અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.


અને પોતાને માટે પાપાર્થાર્પણનો જે બળદ હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે.


કેમ કે તે મર્યા, એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મર્યા; પણ તે જીવે છે એટલે ઈશ્વરના સંબંધમાં તે જીવે છે.


તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.


અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.


તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારુ પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ.


વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક નહિ જ હોત, કેમ કે નિયમશાસ્‍ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ.


બકરાના તથા વાછરડાના રક્તથી નહિ, પણ પોતાના જ રક્તથી [માણસોને માટે] સનાતન ઉદ્ધાર મેળવીને પરમપવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા હતા.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


વળી જેમ આગળ પ્રમુખયાજક બીજાનું રક્ત લઈને પરમપવિત્રસ્થાનમાં વર્ષોવર્ષ પ્રવેશ કરતો, તેમ અમને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહિ.


કેમ કે જો એમ હોત, તો જગતના આરંભથી ઘણી વાર તેમને [દુ:ખ] સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયા.


તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.


પણ બીજા [ભાગ] માં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખયાજક જાય છે, પણ તે રક્ત વગર નહિ, એટલે જે રક્ત તે પોતાને માટે તથા લોકોના અજ્ઞાનતા [માં કરેલા] અપરાધને માટે અર્પણ કરે છે તે.


Lean sinn:

Sanasan


Sanasan