Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે. તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:26
39 Iomraidhean Croise  

તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.


અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.


તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.


[તે પછી જે દિવસે] તે પવિત્રસ્થાનમાં સેવા કરવા માટે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં જાય તે દિવસે તે પોતાનું પાપાર્થાર્પણ ચઢાવે, એમ પ્રભુ યહોવા કહે છે.


અને પાંચમે દિવસે નવ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો] ,


કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા.


પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે


તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી; માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.”


આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ] ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.”


જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.”


શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?”


તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ.


હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.


વળી જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.”


પણ તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કર્યો, અને અમારે માટે એક ખૂનીને છોડી મૂકવામાં આવે એવું માગીને


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં [ઉત્પન્‍ન] થયાં છે, તેમને એ ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખદ્વારા પરિપૂર્ણ કરે.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


હવે જો લેવીયના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત (કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્‍ત્ર મળ્યું હતું), તો હારુનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્‍ન થવાની શી અગત્ય હતી?


હવે જે વાત અમે કહીએ છીએ, તેનો સાર એ છે કે આપણને એવા પ્રમુખયાજક મળ્યા છે કે, જે આકાશમાં મહત્‍ત્વના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે,


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે


તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડયું નહિ.


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે].


તે પાપનું હરણ કરવાને પ્રગટ થયા, એ તમે જાણો છો. અને તેમનામાં પાપ નથી.


ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ:જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે. જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહિ, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan