Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઇબ્રાહિમે એને બધી [લૂંટ] માંથી દશમો ભાગ આપ્યો, (તેના [નામનો] પહેલો અર્થ તો, ‘ન્યાયીપણાનો રાજા, ’ અને પછી ‘શાલેમનો રાજા, એટલે શાંતિનો રાજા છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 અબ્રાહામે મળેલી બધી લૂંટમાંથી તેને દશમો ભાગ આપ્યો. (મેલ્ખીસેદેકના નામનો મૂળ અર્થ “ન્યાયદક્ષ રાજા” થાય છે. વળી, તે શાલેમનો રાજા હતો તેથી તેના નામનો બીજો અર્થ “શાંતિનો રાજા” પણ થાય છે).

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ‘ન્યાયીપણાનો રાજા,’ પછી ‘શાલેમનો રાજા,’ એટલે ‘શાંતિનો રાજા’ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો. મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે. તેના બે અર્થ થાય છે પહેલો અર્થ, મલ્ખીસદેક એટલે “ભલાઈનો રાજા.” અને “શાલેમનો રાજા,” એટલે “શાંતિનો રાજા” પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:2
26 Iomraidhean Croise  

અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”


ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,


દાઉદનું રાજ્ય સર્વ ઇઝરાયલ પર હતું. અને દાઉદ [પોતે] પોતાના સર્વ લોકોના ફેંસલા ચૂકવતો તથા ન્યાય કરતો હતો.


તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે; અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે, ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયલને સુલેહ તથા શાંતિ આપીશ.


તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.


અને ઢોર તથા ઘેટાંબકરાંનો દશાંશ, એટલે જે કોઈ લાકડી તળે આવી જાય છે, તેનો દશાંશ યહોવાને માટે પવિત્ર ગણાય.


એ [આપણું] શાંતિધામ થશે. જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું.


વળી લેવીના દિકરાઓ જે સેવા કરે છે, એટલે મુલાકાતમંડપની સેવા, તેને બદલે, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો વારસો આપ્યો છે.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


“પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.”


એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.


આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો,


તે પિતા વગરનો, મા વગરનો, વંશાવાળી વગરનો છે, તેના દિવસનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે ઈશ્વરના પુત્રના જેવો છે), તે હંમેશા યાજક રહે છે.


વળી તે તમારા અનાજનો ને તમારી દ્રાક્ષાવાડીઓનો દશમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે.


તે તમારાં ઘેટાંનો દશાંશ લેશે, અને તમે તેના દાસ થશો.


Lean sinn:

Sanasan


Sanasan