Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 (કેમ કે નિયમશાસ્‍ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી), અને [તેને બદલે] જે વડે આપણે ઈશ્વરની પાસે જઈએ શકીએ, એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 કારણ, મોશેનો નિયમ કશાને સંપૂર્ણ કરી શક્તો નથી. પણ હવે જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવીએ એવી વધુ સારી આશા આપવામાં આવેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:19
29 Iomraidhean Croise  

પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરું.


જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, ‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું.


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


અને જે [બાબતો] વિષે મૂસાના નિયમશાસ્‍ત્રથી તમે ન્યાયી ઠરી શક્યા નહિ, તે સર્વ [બાબતો] વિષે હરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.


આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.


ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે જો નિયમશાસ્‍ત્રે કહ્યું ન હોત; કે ‘લોભ ન‍‍ રાખ, ’ તો મેં લોભ જાણ્યો ન હોત.


કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી,


તોપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, પણ માત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી [ન્યાયી ઠરે છે] , એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે, આપણે નિયમની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયની કરણીઓથી કોઈ પણ માણસ ન્યાયી ઠરશે નહિ.


ત્યારે શું નિયમ ઈશ્વરનાં વચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત, તો ખરેખર નિયમ [શાસ્‍ત્ર] થી ન્યાયીપણું મળત.


આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્‍ત્ર આપણો બાળશિક્ષક હતો.


તે [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.


વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.


[ખ્રિસ્ત પરના] વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,.


કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્‍ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞ વર્ષોવર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને [નિયમશાસ્‍ત્ર] કદી સમર્થ નહોતું.


કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય.


પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્‍ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.


પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે [ઈશ્વરના] ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દઢ રાખીએ, તો આપણે તેમનું ઘર છીએ.


એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


હવે જો લેવીયના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત (કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્‍ત્ર મળ્યું હતું), તો હારુનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્‍ન થવાની શી અગત્ય હતી?


[તે વિશેષ સારી છે કેમ કે] તે વિષેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું.


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


પણ હાલ જેમ તે વિશેષ સારાં વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારના મધ્યસ્થ છે, તે પ્રમાણે તેમને વધારે સારી સેવા કરવાનું મળ્યું.


વર્તમાનકાળને માટે તે [મંડપ] નમૂનારૂપ હતો. તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ [પવિત્ર] કરવાને સમર્થ નહોતાં.


તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો.


Lean sinn:

Sanasan


Sanasan