Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે જો લેવીયના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત (કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્‍ત્ર મળ્યું હતું), તો હારુનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્‍ન થવાની શી અગત્ય હતી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 લેવીઓના યજ્ઞકાર પદને આધારે ઇઝરાયલી લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીય યજ્ઞકારોનું કાર્ય ખામીરહિત ન હોત, તો આ આરોનના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે નહિ, પણ મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણેના બીજા પ્રકારના યજ્ઞકારની જરૂર પડી ન હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી?

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:11
17 Iomraidhean Croise  

હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો નિયમથી ન્યાયીપણું હોય, તો ખ્રિસ્ત વિનાકારણ મર્યા.


એ પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતનાં તત્ત્વોને તાબે રહીને દાસત્વમાં હતા.


પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતાં ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિર્માલ્ય જેવાં તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો


તેમને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખયાજકનું નામ આપ્યું.


વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે, તું સનાતન યાજક છે.”


ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.


કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે હજી પોતાના પિતાની કમરમાં હતો.


કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે.


કેમ કે જેમના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે, તે બીજા કુળના છે, તેમનામાં કોઈએ વેદીની સેવા કરી નથી.


હવે જો મેલ્ખીસેદેકના જેવો, એટલે ઐહિક આજ્ઞાના ધોરણ પ્રમાણે નહિ, પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે,


(કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે. પણ એ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું, “પ્રભુએ સમ ખાધા, ને તે પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે.” આવી રીતે તે તેનાથી યાજક થયો.)


કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત, તો બીજા [કરાર] ને માટે સ્થાન શોધવાની જરૂર ન રહેત.


હવે એ વસ્તુઓ ઉપર કહ્યા પ્રમાણે તૈયાર થયા પછી, યાજકો આગલા ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan