Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો. અબ્રાહામ કેટલાક રાજાઓનો પરાજય કરીને યુદ્ધમાંથી પાછો આવતો હતો ત્યારે મેલ્ખીસેદેક તેને મળ્યો અને આશિષ આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ મલ્ખીસદેક શાલેમનો રાજા હતો તથા તે પરાત્પર દેવનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને ઈબ્રાહિમ પાછો આવી રહ્યો હતો, ત્યારે મલ્ખીસદેક તેને મળ્યો. અને મલ્ખીસદેક ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 7:1
17 Iomraidhean Croise  

હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.


વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.


તેઓએ સંભાર્યું કે ઈશ્વર તેઓનો ખડક છે, તથા પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.


તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો. અને તેમનાં સાક્ષ્યો પાળ્યાં નહિ;


જે ચિહ્‍નો તથા આશ્ચર્યકારક કૃત્યો પરાત્પર ઈશ્વરે મારા સંબંધમાં કર્યાં છે, તે તમને દર્શાવવાં એ મને ઠીક લાગ્યું છે.


હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:


અને પરાત્પર ઈશ્વરનો અધિકાર માણસના રાજ્ય ઉપર ચાલે છે, ને તે મને ખાતરી થઈ ત્યાં સુધી તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું મન પશુઓના જેવું થઈ ગયું, તેમનો વાસ જંગલી ગધેડાંની સાથે થયો. તેમને બળદની જેમ ઘાસ ખવડાવતાં, ને તેમનું શરીર આકાશના ઝાકળથી પલળતું હતું.


હું શું લઈને યહોવાની હજૂરમાં આવું, ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેમની આગળ આવું?


અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.”


તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું, “આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે કે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે.”


ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.


અને ઇબ્રાહિમે એને બધી [લૂંટ] માંથી દશમો ભાગ આપ્યો, (તેના [નામનો] પહેલો અર્થ તો, ‘ન્યાયીપણાનો રાજા, ’ અને પછી ‘શાલેમનો રાજા, એટલે શાંતિનો રાજા છે.’


તે પિતા વગરનો, મા વગરનો, વંશાવાળી વગરનો છે, તેના દિવસનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે ઈશ્વરના પુત્રના જેવો છે), તે હંમેશા યાજક રહે છે.


પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહિમની પાસેથી દશમો ભાગ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan