Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ જેમાં કાંટા તથા ઝાંખરાં ઊગે છે, તેને નાપસંદ કરવામાં આવે છે, અને તે લગભગ શાપિત થયેલી છે. પરિણામે તે બાળી નંખાવાની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેને ઈશ્વર આશિષ આપે છે. પણ તે જમીન કાંટા ઝાંખરા ઉગાડે તો બિનઉપયોગી બને છે. તેવી જમીન શાપિત થવાના જોખમમાં છે; તે અગ્નિ દ્વારા બાળી નંખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 6:8
26 Iomraidhean Croise  

અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડયું છે, તેથી જ તું શાપિત થયો છે.


અને તેણે તેનું નામ નૂહ [એટલે વિસામો] પાડયું, ને કહ્યું, “જે ભૂમિને યહોવાએ શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે.”


પણ જે કોઈ તેઓને અડકે, તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સજેલો હોવો જોઈએ. અને તેઓ જ્યાં હોય ત્યાં જ અગ્નિથી છેક બાળી નાખવામાં આવશે.”


તો, ઘઉં‍ને બદલે કાંટા, અને જવને બદલે નીંદણ તેમાં ઊગો.” અયૂબના શબ્દો સમાપ્ત થયા છે.


અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.


તે રણમાંની બોરડી જેવો થશે, ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસતિહીન દેશમાં વાસો કરશે.


તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે.


અને દક્ષિણના વનને કહે કે, યહોવાનું વચન સાંભળ. પ્રભુ યહોવા કહે છે કે, જો હું તારામાં અગ્નિ સળગાવીશ, ને તે તારી અંદરના દરેક લીલા વૃક્ષને તથા દરેક સૂકા વૃક્ષને ભસ્મ કરશે. આગનો ભડકો હોલવાશે નહિ, ને તેથી દક્ષિણથી તે ઉત્તર સુધીમાંનાં સર્વ મુખો દાઝી જશે.


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.


અને હમણાં જ વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.


અને પિતર સંભારીને તેમને કહે છે, “સ્વામી, જુઓ, જે અંજીરીને તમે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે.”


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.


અને યહોવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા, ને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તેમ.’


પણ ઇનસાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે.


કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.


જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan