Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્‍લી રીતે તેમનું અપમાન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 અને પછી અધ:પતન પામ્યા, તેમને પાપથી પાછા ફેરવવા એ અશક્ય છે. કારણ, તેઓ ઈશ્વરના પુત્રને પોતામાં ફરીવાર ક્રૂસે જડે છે અને તેમને જાહેરમાં નિંદાપાત્ર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 6:6
17 Iomraidhean Croise  

હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે.


પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”


તો તમે સાક્ષી છો, અને તમારા પૂર્વજોનાં કામોને સંમતિ આપો છો. કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે [તેમની કબરો] બાંધો છો.


ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચને ઈશ્વર તેઓને પસ્તાવો [કરવાની બુદ્ધિ] આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.


કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી.


તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે છૂંદ્યા છે, ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિષે તમે શું ધારો છો?


આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે, એવા મોટા પ્રમુખયાજક, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દઢતાથી પકડી રાખીએ;


કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા,


કારણ કે એક વાર ન્યાયીપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.


મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan