Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 5:1
17 Iomraidhean Croise  

“હારુન તથા તેની સાથે તેના પુત્રો તથા વસ્‍ત્રો તથા અભિષેકનું તેલ તથા પાપાર્થર્પણનો બળદ તથા તેલ તથા પાપાર્થર્પણનો બળદ તથા બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી, તેઓને લઈને


અને મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ, ને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર. જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ.”


તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરવાનું કારણ છે.


કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;


વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી.


પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે ઈશ્વરે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી. અને તેથી મૂએલો હોવા છતાં પણ તે હજી બોલે છે.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


પ્રથમ પ્રમુખયાજકોની જેમ પોતાનાં પાપોને માટે, અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેમને અગત્ય રહેતી નથી; કેમ કે તેમણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું.


હવે દરેક‍પ્રમુખયાજક અર્પણો તથા બલિદાનો આપવાને નીમેલો છે. માટે આ [યાજક] ની પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે.


વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક નહિ જ હોત, કેમ કે નિયમશાસ્‍ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ.


વર્તમાનકાળને માટે તે [મંડપ] નમૂનારૂપ હતો. તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ [પવિત્ર] કરવાને સમર્થ નહોતાં.


Lean sinn:

Sanasan


Sanasan