હિબ્રૂઓ 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો. Faic an caibideil |