Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 2:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને વળી, “હું તેમના પર ભરોસો રાખીશ!” અને વળી “જુઓ, હું તથા જે સંતાન ઈશ્વરે મને આપ્યાં છે તેઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે એમ પણ કહે છે, “હું દેવ પર ભરોસો રાખીશ” અને તે કહે છે, “દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.”

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 2:13
16 Iomraidhean Croise  

અને એસાવે પોતાની નજર ઊંચી કરીને સ્‍ત્રીઓ તથા છોકરાંને જોયાં; અને પૂછયું, “આ તારી સાથે કોણ છે?” અને તેણે કહ્યું, “ઈશ્વરે કૃપા કરીને તારા દાસને છોકરાં આપ્યાં છે તે.”


અને યૂસફે તેના પિતાને કહ્યું, “એ મારા દિકરા છે, જે ઈશ્વરે મને અહીં આપ્યા છે, ” અને તેણે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે, હું તેઓને આશીર્વાદ આપું.”


મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.


બાળકો તો યહોવાનું આપેલું ધન છે; પેટનાં સંતાન તેમના તરફનું પ્રતિદાન છે.


હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”


જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.”


મારા પિતા, જેમણે મને [તેઓને] આપ્યાં છે, તે સહુથી મોટા છે; અને પિતાના હાથમાંથી કોઈ [તેઓને] છીનવી લેવા સમર્થ નથી.


કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને દશ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી. કેમ કે સુવાર્તાદ્ધારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું.


Lean sinn:

Sanasan


Sanasan