Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 2:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે જે પવિત્ર કરે છે, ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે. એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 2:11
19 Iomraidhean Croise  

ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’


ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.”


અને જેઓ તેમની આસપાસ બેઠેલા હતા, તેઓની સામે ચારે તરફ જોઈને તે કહે છે, “જુઓ મારાં મા તથા મારા ભાઈઓ!


કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.”


કેમ કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે લજવાશે, તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના તથા પિતાના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે લજવાશે.


તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું.


તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.


ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”


તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.


કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.


કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય:


પણ સમય પૂરો થયો, ત્યારે ઈશ્વરે સ્‍ત્રીથી જન્મેલો, અને નિયમને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર મોકલ્યો,


તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.


કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.


પણ હવે તેઓ વધારે સારા [દેશની] , એટલે સ્વર્ગીય દેશની, ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતાં શરમાતા નથી. કેમ કે તેમણે તેઓને માટે એક શહેર તૈયાર કર્યું છે.


માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું.


તો છોકરાં માંસ તથા લોહીનાં [બનેલાં] હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે.


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan