Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:8
19 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.


પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે, અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે


પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.


કેમ કે, તમારી દષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં, અને રાતના એક પહોર જેવાં છે.


અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું;” અને તેમણે કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.”


કોણે આ કાર્ય કર્યું છે? જે આરંભથી [મનુષ્યોને] પેઢીઓને બોલાવે છે તેણે. હું યહોવા આદિ છું, ને છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.


કેમ કે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ તેમનામાં હા છે. અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેમના વડે આમીન પણ છે.


તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો, અને વસ્‍ત્રની જેમ તેઓને બદલવામાં આવશે. પણ તમે એવા ને એવા જ છો. ને તમારાં વર્ષોનો અંત કદી આવશે નહિ.”


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


એટલે આપણા તારનાર જે એકલા ઈશ્વર, તેમને ગૌરવ, મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં, તથા સર્વકાળ હોજો આમીન.


તે કહેતી હતી, “તું જે જુએ છે તે પુસ્તકમાં લખ; અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે, તેઓના ઉપર તે મોકલ.”


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે, હું આલ્ફા તથા ઓમેગા છું.


Lean sinn:

Sanasan


Sanasan