Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તમારાં ઘરોમાં અજાણ્યાંઓની પરોણાગત કરવાનું યાદ રાખો. કેટલાકે અજાણતા જ દૂતોની પરોણાગત કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 13:2
21 Iomraidhean Croise  

અને બપોરને વખતે તે તંબુના બારણાંમાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.


પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોત સદોમના દરવાજામાં બેઠો હતો; અને લોત એઓને જોઈને મળેવા ઊઠયો, ને પ્રણામ કર્યા.


એક દિવસ એવું બન્યું કે, એલિશા શૂનેમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને એલિશાને રોટલી ખવડાવી. અને એમ થયું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો, તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો.


જો મેં કોઈને વસ્ત્રની અછતથી મરતાં કે, દરિદ્રીને ઓઢવાના [વસ્ત્ર] વગરનો જોયો હોય;


પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાં બારણાં હમેશાં ઉઘાડાં હતાં.


ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી, અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, શું તે ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને [વસ્ત્ર] પહેરાવવું, ને તારા બંધુઓથી મોં સંતાડવું નહિ.


તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવો જ પ્રેમ તેના પર કરવો; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા; હું યહોવા તમારો ઈશ્વર છું.


કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો ત્યારે તમે મને [પાણી] પીવડાવ્યું. હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો,


ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’


હું પારકો હતો, પણ તમે મને પરોણો રાખ્યો નહિ, નગ્ન હતો, પણ તમે મને વસ્ર પહેરાવ્યાં નહિ, માંદો તથા કેદમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.’


તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને [આવવાનો] ઘણો આગ્રહ કર્યો.


સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.


મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે. [


અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્‍ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હ્રદયનો, સુવ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો,


સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.


પણ પરોણાગત કરનાર, સત્કર્મોનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી,


જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો.


વહાલા, ભાઈઓને માટે, હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કામ કરે છે તે તું વિશ્વાસ [કરનારને] યોગ્ય કામ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan