Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 12:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે. કેમ કે એવો ક્યો દીકરો છે કે, જેને પિતા શિક્ષા કરતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તમારે જે સહન કરવું પડે છે તેને પિતા તરફથી થયેલી શિક્ષા તરીકે સ્વીકારો. કારણ, ઈશ્વર તમને પોતાના પુત્રો ગણીને વર્તાવ કરે છે. કોઈ એવો પુત્ર હોય કે જેને તેના પિતાએ કદી શિક્ષા ન કરી હોય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 12:7
16 Iomraidhean Croise  

હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે, તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્યપુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ;


અને “તેં એમ કેમ કર્યું, ” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહતો. વળી તે ઘણો સુંદર હતો; અને અબ્શાલોમની પછી તે જનમ્યો હતો.


જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.


આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર; અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.


મૂર્ખાઈ બાળકના હ્રદયની સાથે જોડાયેલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.


સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને બદનામ કરે છે.


તારા દીકરાને શિક્ષા કરશે, તો તો તને નિરાંત આપશે; તે તારા મનને આનંદ આપશે.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.


અને તારે એમ સમજવું કે, જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે, તેમ યહોવા તારા ઈશ્વર તને શિક્ષા કરે છે.


તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ [મારા] રહેઠાણમાં [કરવાની] મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો; વળી મારા ઇઝરાયલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?


અને આ તારે માટે ચિહ્નરૂપ થશે, જે તારા બે દીકરા હોફની તથા ફીનહાસ પર આવશે; એટલે કે તે બન્‍ને એક જ દિવસે મરણ પામશે.


કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan