Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે, તે તમે ભૂલી ગયા; એટલે, “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નિરાશ ન થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો: “મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા, અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 12:5
33 Iomraidhean Croise  

શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે, ‘મેં [શિક્ષા] વેઠી છે, માટે હવે પછી હું પાપ કરીશ નહિ?”


યહોવાએ મને ભારે શિક્ષા કરી; પણ તેમણે મને મરણને સોંપી દીધો નહિ.


મારો જીવ સદા મારી મુઠ્ઠીમાં છે; તોપણ હું તમારા નિયમને વીસરતો નથી.


તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ


દુ:ખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો; પણ હમણાં હું તમારું વચન પાળું છું.


હે યહોવા, તમારાં ન્યાયવચનો અદલ છે, અને વિશ્વાસુપણાને તમે મને દુ:ખી કર્યો છે, એમ હું જાણું છું.


વળી હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; તોપણ હું તમારા વિધિઓને વીસરતો નથી.


હે યાહ, જેને તમે શિક્ષા કરો છો, અને જેને તમે તમારા નિયમશાસ્‍ત્રમાંથી શીખવો છો તે પુરુષને ધન્ય છે;


મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;


જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ નહિ, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ;


ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.


જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?


તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા,


તેમણે કહેલી વાત તેઓને યાદ આવી,


પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.


તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.


તેઓમાંના હુમનાય તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા.


શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે. કેમ કે એવો ક્યો દીકરો છે કે, જેને પિતા શિક્ષા કરતો નથી?


ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ [મારા] બોધનાં વચન ધ્યાનમાં રાખો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે.


જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan