Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 11:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો; અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહિ. કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ દૃઢ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 11:27
27 Iomraidhean Croise  

મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.


અને આ સર્વ તારા દાસો મારી પાસે આવીને મને પગે લાગીને કહેશે કે, તું તથા તારા તાબાના લોકો જતા રહો. અને ત્યાર પછી જ હું તો જવાનો.” અને તે ક્રોધથી તપી જઈને ફારુનની પાસેથી બહાર નીકળી ગયો.


અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.


સર્વ ઇઝરાયલીઓએ એમ જ કર્યું; જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા કરી હતી તેમ તેઓએ કર્યું.


અને મિદ્યાનમાં યહોવાએ મૂસાને કહ્યું, “મિસરમાં પાછો જા; કેમ કે જે માણસો તારો જીવ લેવા શોધતા હતા તેઓ સર્વ ગુજરી ગયા છે.”


અને મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.


પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.


અને મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે.


અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુ:ખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.


કેમ કે દાઉદ તેમને વિષે કહે છે કે, ‘મેં પોતાની સમક્ષ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ.


બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે.


કેમ કે જે વસ્તુઓ દશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ; કેમ કે જે દશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદશ્ય છે તે સદાકાલિક છે.


તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;


જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો, એ સમયે તમે પ્રકાશિત થયા પછી,


હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદશ્ય વસ્તુઓની સાબિતી છે.


એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતાના વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.


એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું.


જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ:તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


Lean sinn:

Sanasan


Sanasan