Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પણ મારો ન્યાયી [સેવક] વિશ્વાસથી જીવશે; જો તે પાછો હઠી જાય, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:38
24 Iomraidhean Croise  

કેમ કે મેં યહોવાના માર્ગ પાળ્યા છે, અને દુષ્ટતા કરીને હું મારા ઈશ્વરની વિમુખ થયો નથી.


જેઓ તેમનાથી બીએ છે, અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે.


કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.


કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવા ઈશ્વર તમે નથી; ભૂંડાઈ તમારી પાસે રહી શકતી નથી.


યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.


જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.


પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે, ને જે ધિક્કારપાત્ર કૃત્યો પુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે, તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઇ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે જે જે અપરાધ તથા પાપ કર્યા, તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે.


વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ.


જ્યારે હું નેક માણસને કહું કે, તું નક્કી જીવતો રહેશે, ત્યારે જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે, તો તેની નેકીના કામોમાંના એકેનું સ્મરણ કરવામાં આવશે નહિ; પણ જે પાપ તેણે કર્યું હશે તેને લીધે જ તે માર્યો જશે.


જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી; પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.


તથા યહોવાનું અનુસરણ ન કરતાં તેમનાથી વિમુખ થયેલાઓને, અને જેઓએ યહોવાની શોધ કરી નથી કે, તેમની સલાહ પૂછી નથી તેઓને [હું નષ્ટ કરીશ].”


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


“જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેના પર મારો જીવ પ્રસન્‍ન છે. તે પર હું મારો આત્મા મૂકીશ. અને તે અન્ય દેશનાઓને ન્યાયીકરણ પ્રગટ કરશે.


તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.


કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’


તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, “ન્યાયી વિશ્વાસથી જીવશે.”


[યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.


પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.


ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. તે તમારી સામો થતો નથી.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


Lean sinn:

Sanasan


Sanasan