Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે છૂંદ્યા છે, ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિષે તમે શું ધારો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:29
40 Iomraidhean Croise  

તેણે તેમને કહ્યું, “તેને નીચે નાખી દો.” માટે તેઓએ તેને નીચે નાખી દીધી. અને તેના રકતના છાંટા ભીંત પર તથા ઘોડાઓ પર પડ્યા. અને તેઓએ તેને પગ નીચે ખૂંદી.


મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.


તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે.


પછી મૂસાએ રક્ત લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, “જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”


પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો જ છે.


એફ્રાઈમના છાકટાઓનો ગર્વિષ્ઠ મુગટ પગ નીચે કચરાશે;


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


“ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.”


પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.


તારી પાસે થઈને જતાં મેં તને તારા લોહીમાં આળોટતી જોઈ, ત્યારે મેં કહ્યું કે, તારા લોહીમાં [પડેલી છતાં] તું જીવ; હાં, મેં તને કહ્યું કે, તારા લોહીમાં [પડેલી છતાં] જીવ.


ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો, જે અમુક પવિત્ર બોલતો હતો તેને બીજા પવિત્રે પૂછ્યું, “નિત્યના [દહનીયાર્પણ] વિષેના, તથા ઉજ્જડ કરનાર અપરાધ પવિત્રસ્થાનને તેમ જ સૈન્યને બન્‍નેને પગ નીચે કચરી નાખવા વિષેના સંદર્શનોની મુદત કેટલી છે?”


ત્યારે મારી વેરણ જેણે મને કહ્યું, “તારો ઈશ્વર યહોવા ક્યાં છે?” તે તે જોશે, ને શરમથી ઢંકાઈ જશે?” મારી આંખો તેને [ભોંઠો પડેલો] જોશે. હવે ગલીઓના કાદવની જેમ તે પગો તળે ખૂંદાશે.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


કેમ કે [નવા] કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.


જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે, ને તમને ફાડી નાખે.


તેઓએ જોયું હતું કે તેમના કેટલાક શિષ્યો અશુદ્ધ, એટલે અણધોયેલે, હાથે રોટલી ખાય છે.


જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધમાં વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહિ.


તો જેને પિતાએ અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેને એમ કહો છો કે તું ઈશ્વરનિંદા કરે છે?


તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


શાંતિદાતા ઈશ્વર, શેતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.


એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે, તેમનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.


કેમ કે [પ્રભુના] શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે.


કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


કેમ કે [ઈશ્વરે] બધાંને તેમના પગ નીચે આઘીન કર્યા. પણ જ્યારે તેમણે કહ્યું કે, બધાંને આઘીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાંને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે.


વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.


હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા,


કેમ કે જે પવિત્ર કરે છે, ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે. એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.


તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે [તારણની વાત] પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી,


તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે, એવા મોટા પ્રમુખયાજક, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દઢતાથી પકડી રાખીએ;


કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા,


અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્‍લી રીતે તેમનું અપમાન કરે છે.


કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે,


જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan