Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ [આપણે એકબીજાને] ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડો નજીકને નજીક આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:25
32 Iomraidhean Croise  

હું તમને ખચીત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરનાં કરતાં સહેલ થશે.


કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”


જે મારો અસ્વીકાર કરે છે, અને મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી, તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે.


અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.


પચાસમાના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા.


તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.


અઠવાડિયાને પહેલે દિવસે અમે રોટલી ભાંગવાને એકત્ર થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે નીકળવાનો હોવાથી, [શિષ્યો] ની આગળ ભાષણ કર્યું. અને મધરાત સુધી પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.


અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.


પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.


એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય, અને સર્વ [અન્ય] ભાષાઓમાં બોલે, અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે?


પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્‍નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે.


તો દરેકનું કામ [કેવું છે તે] પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે.


કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે,


તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે.


તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.


તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ સુબોધ કરો, અને એકબીજાને દઢ કરો.


અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.


કેમ કે જે આવવાના છે, તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહિ.


ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ [મારા] બોધનાં વચન ધ્યાનમાં રાખો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે.


પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હ્રદયનો] ન થાય.


તમે પણ ધીરજ રાખો, તમારાં મન દઢ રાખો; કેમ કે પ્રભુનું આગમન નજીક છે.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.


એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી.


Lean sinn:

Sanasan


Sanasan