Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્‍નિધ જઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:22
66 Iomraidhean Croise  

તેની અગાઉ તેના પિતાએ જે જે પાપ કર્યાં હતાં, તે સર્વ પાપમાં તે‍ ચાલ્યો. અને તેનું હ્રદય તેના પિતૃ દાઉદના હ્રદયની માફક તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું.


ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા સર્વ પ્રકારનાં યુદ્ધશસ્ત્રો સહિત વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર; તેઓ વ્યવસ્થા કરી શકે એવા તથા એકદિલ હતા.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હ્રદયથી યહોવાની આભારસ્તુતિ કરીશ.


મેં મારા ખરા હ્રદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.


મેં ખરા હ્રદયથી વિનંતી કરી છે; હે યહોવા, મને ઉત્તર આપો; હું તમારા વિધિઓ પાળીશ.


તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.


મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ.


મેં મારા ખરા હ્રદયથી તમારી કૃપાની માગણી કરી; તમારા વચન પ્રમાણે મારા પર દયા કરો.


ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે; પણ હું મારા ખરા હ્રદયથી તમારાં શાસનો પાળીશ.


તમારા અદલ ઇનસાફથી હું માહિતગાર થઈશ, ત્યારે હું શુદ્ધ અંત:કરણથી તમારો આભાર માનીશ.


મારું હ્રદય તમારા વિધિઓ વિષે પૂર્ણ થાય કે, મારે લજવાવું ન પડે. કાફ


હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હ્રદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો.


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરું.


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


મારા સંપૂર્ણ હ્રદયથી હું યહોવાની આભારસ્તુતિ કરીશ, હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ.


કેમ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને યથાર્થ હ્રદયવાળા સર્વ તેને અનુસરશે.


અને તું હારુણે તથા તેના દીકરાઓને મુલાકાતમંડપનાં બારણા પાસે લાવ, ને તેઓને પાણીથી નહવડાવ.


મારા દીકરા, તારું અંત:કરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો.


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.


જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”


એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરા મનથી નહિ, પણ કેવળ ઢોંગ કરીને મારી તરફ પાછી ફરી છે, ” એવું યહોવા કહે છે.


તેમનો યુવરાજ તેઓમાંનો જ થશે, ને તેઓમાંથી તેમનો અધિકારી થશે; અને હું તેને પાસે લાવીશ, ને તે મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવા જેણે હિમ્મત ધરી છે તે કોણ? એવું યહોવા કહે છે.


ત્યારે મેં તને પાણીથી નવડાવી. હા, મેં તારા પરથી તારું લોહી તદ્દન ધોઈ નાખ્યું, ને મેં તને તેલ ચોળ્યું.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


અને કોઢને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર [તે રક્ત] તે સાત વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે, ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.


શણનો પવિત્ર અંગરખો તે પહેરે, ને તે પોતાને અંગે શણની ઈજાર પહેરે, ને શણના કમરબંધથી કમર બાંધે, ને શણની પાઘડી પહેરે. એ પવિત્ર વસ્‍ત્રો છે, અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે.


અને મૂસાએ હારુનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું.


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે,


ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી.


તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રાખેલી સ્‍ત્રીને મૂકી ગયા.


હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ, અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, અને તારાં પાપ ધોઈ નાખ.’


આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.


વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


તે [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


દાસો, જેમ ખ્રિસ્તને [આધીન થાઓ છો] તેમ દેહ પ્રમાણે જેઓ તમારા માલિકો છે તેઓને બીકથી તથા કંપારીસહિત નિખાલસ હ્રદયથી આધીન થાઓ.


જૂઠું બોલનારા તથા જેઓનાં અંત:કરણ ડમાયેલાં છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે.


ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.


કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્‍ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞ વર્ષોવર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને [નિયમશાસ્‍ત્ર] કદી સમર્થ નહોતું.


[મારા] ભાઈઓ, તેમણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડયો છે.


વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, રખેને પ્રથમજનિતોનો નાશ કરનાર તેઓને અડકે.


અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.


એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


અને અમે અંત:કરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક [તમારી] આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી બતાવે.


(કેમ કે નિયમશાસ્‍ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી), અને [તેને બદલે] જે વડે આપણે ઈશ્વરની પાસે જઈએ શકીએ, એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે.


તેઓ ખોરાક, પેયાપર્ણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે માત્ર શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતાં સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા.


કેમ કે મૂસાએ નિયમશાસ્‍ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા ઝૂફાસહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું, ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,


પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ શંકા રાખે છે તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.


તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan